For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી આજે જશે કાઠમાંડૂ, શરીફ સાથે મુલાકાત પર નજર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉથ એશિયન એસોશિયન ફોર રિજનલ કોર્પોરેશન (સાર્ક)ના 18મા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે કાઠમાંડૂ પહોંચશે. બધાની નજર નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ વચ્ચે સંભવિત બેઠક પર રહેશે.

જો કે, બંને નેતાઓ વચ્ચે દ્રિપક્ષીય બેઠક થશે કે નહી, તેના પર સોમવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બધાને દુવિધામાં મુકી દિધા છે. તેમણે કહ્યું કે 'જુઓ કાલે શું થાય છે.' બંને દેશો દ્વારા મુલાકાતની સંભાવનાથી મનાઇ કરી નથી. જો મુલાકાત થઇ તો છ મહિનામાં આ બીજી મુલાકાત હશે.

આ પહેલાં નવાજ શરીફ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં નવી દિલ્હી આવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને રવિવારે કહ્યું હતું કે 'પાકિસ્તાનની સાથે ભારત શાંતિપૂર્ણ અને સહયોગપૂર્ણ સંબંધ ઇચ્છે છે. તેના માટે બંને દેશો વચ્ચે સાર્થક વાતચીત જરૂરી છે.' પાક વિદેશ મંત્રાલયના અધિકારીએ કહ્યું 'સાર્ક સંમેલન દરમિયાન નવાજ શરીફ બધા સભ્ય દેશોના નેતાઓ સાથે ચર્ચા કરશે.'

sharif-modi

ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા માટે નેપાળ તૈયાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગતિરોધ દૂર કરવા અને તેમને વાતચીત માટે તૈયાર કરવામાં મધ્યસ્થતા માટે નેપાળ તૈયાર છે. નેપાળના વિદેશ મંત્રી મહેન્દ્ર પાંડેએ સોમવારે આ જાણકારી આપી. મહેન્દ્ર પાંડેએ કહ્યું કે સાર્ક શિખર સંમેલન દરમિયાન બંને દેશોના નેતાઓને મળાવવામાં નેપાળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

બુધવારથી શરૂ થશે સંમેલન
સાર્ક શિખર સંમેલન 26 નવેમ્બરથી શરૂ થશે. આ ઉપરાંત બીજા દિવસે 27ના રોજ બધા નેતા મનોરમ સ્થળ ધૂલીખેલ જઇએ અનૌપચારિક વાતચીત કરશે. સાંજે કાઠમાંડૂમાં સંયુક્ત ઘોષણાપત્ર જાહેર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નવાજ શરીફ બંને સાર્ક શિખર સંમેલનના રિટ્રીટ કાર્યક્રમ દરમિયના સામ-સામે આવશે. પરંપરા અનુસાર બધા નેતાઓ વચ્ચે સારો માહોલ જળવાઇ રહે તેના માટે તેમને રિટ્રીય માટે લઇ જવામાં આવે છે. નેપાળમાં આ સમારોહ 12 વર્ષ બાદ (2002 બાદ) થઇ રહ્યો છે.

ચોથી આંતરરાષ્ટ્રીય શિખર બેઠક
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મહિનામાં આ ચોથી આંતરરાષ્ટ્રીય શિખર બેઠક છે.
- આ પહેલાં તે મ્યાંમારમાં દક્ષિણ પૂર્વી એશિયાઇ દેશોના સંગઠન આસિયાન અને પૂર્વી એશિયાઇ દેશોના શિખર સંમેલનમાં સામેલ થયા હતા.
- બ્રિસ્બેનમાં તેમણે જી-20 દેશોની શિખર વાર્તામાં ભાગ લીધો હતો.

સાર્ક સંમેલનમાં ભારતનો આ મુદ્દાઓ પર ભાર રહેશે
- સાર્ક દેશો વચ્ચે અવર-જવર વધારવી
- લોકો વચ્ચે આદાનપ્રદાન વધારવું
- વિજલી ઉત્પાદન અને પરસ્પર લેણ-દેણ પર કરાર.

English summary
As Prime Minister Narendra Modi leaves on Tuesday for Kathmandu to attend the 18th South Asian Association for Regional Cooperation (SAARC) Summit, External Affairs Minister Sushma Swaraj on Monday did not rule out an informal meeting between the Indian PM and his Pakistan counterpart Nawaz Sharif on the sidelines of the summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X