આંતકીઓના ફંડિગ કેસમાં દિલ્હીને કાશ્મીરમાં અનેક જગ્યાએ પડી રેડ

Subscribe to Oneindia News

એનઆઇએ, ટેરર ફંડિગથી જોડાયેલા કેસમાં શનિવારે દિલ્હી અને કાશ્મીરની અનેક જગ્યાઓ પર દરોડા પાડી વિગતો મેળવી રહી છે. એનઆઇએ એ કાશ્મીરમાં 14 જગ્યાએ દરોડા પાડ્યા છે. અને દિલ્હીમાં પણ 8 જગ્યાએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ પહેલા એનઆઇએ કાશ્મીરમાં ટેરર ફંડિગને લઇને અલગાવવાદી નેતાઓથી પુછપરછ કરી ચૂકી છે. એનઆઇએ આ મામલે એફઆઇઆર પણ દાખલ કરી છે. તમને જણાવી દઇએ કે કાશ્મીરમાં પથ્થરમારો અને અશાંતિ ફેલવવા માટે પાકિસ્તાન ફંડિગ કરી રહી છે તે પુરતા પુરવા મળતા આ દરોડા પાડી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.

kashmir

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સીધી કે આડકતરી રીતે પાકિસ્તાન કાશ્મીરમાં અશાંતિ ફેલાવી રહ્યું છે તેવી માહિતી મળતી રહેતી હોય છે. ત્યારે જો કાશ્મીરમાં આતંકી ગતિવિધિ ઓછી કરવી હોય તો આતંકીઓને મળી રહેલું આ ફંડિગ રોકવું ખૂબ જ જરૂરી છે. ત્યારે લાગી રહ્યું છે કે સરકાર આ જ કારણે આ તપાસ ચલાવી રહ્યું છે. જેથી આંતકવાદની મૂળિયા કાપવામાં મદદ મળી શકે.

English summary
NIA raids 14 locations in Kashmir, 8 in Delhi in connection with the terror funding case.
Please Wait while comments are loading...