For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરિવહન મંત્રી ગડકરીએ સ્કૂટર ચલાવતા તોડ્યો ટ્રાફીક નિયમ, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ઓક્ટોબર: કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ શનિવારે કંઇક એવું કહ્યું જેનાથી તેઓ વિવાદોમાં ફંસાઇ ગયા છે. ખરેખર બન્યું એવું કે નિતિન ગડકરી આરએસએસ ચીફ મોહન ભાગવતને મળવા માટે હેલમેટ પહેર્યા વગર જ સફેદ રંગનું સ્કૂટર ચલાવીને સંઘના કાર્યાલય પર પહોંચ્યા હતા. ટીવી ચેનલોએ ફૂટેજમાં બતાવ્યું કે ગડકરી અને તેમના અંગરક્ષકો હેલમેટ પહેર્યા વગર ટૂ વ્હિલર ચલાવતા જોવા મળે છે.

જ્યારે મીડિયાએ ગડકરીને ટ્રાફીક નિયમોના ઉલ્લઘન અંગે સવાલ કર્યો તો તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો અને સંઘ મુખ્યાલય પરિસરમાં જતા રહ્યા.

nitin
હેલમેટ વગર સ્કૂટર ચલાવવા પર કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે ગડકરી પર પ્રહાર કરતા જણાવ્યું કે આનાથી નેતા અને પાર્ટીના આચાર વ્યવહારની ભાળ મળે છે. તેમણે જણાવ્યું કે આ ખૂબ જ નાની વાત છે, કોઇ અન્ય માટે આ મહત્વ નથી ધરાવતું, પરંતુ ભારત સરકારના પરિવહન મંત્રી માટે તો આ એક અંતર પેદા કરે છે.

તેઓ એ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે જેની પર તેમને અમલ કરવાનો હતો. આપને જણાવી દઇએ કે ગડકરીએ આવું પહેલી વાર નથી કર્યું, પરંતુ પાર્ટીના અધ્યક્ષ રહેતા ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ તેમણે હેલમેટ વગર સ્કૂટર ચલાવતા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને રાજનૈતિક ક્ષેત્રે ગરમાવો વધી ગયો છે. જેના પગલે તેમણે મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. અને તે જ દરમિયાન તેઓ અન્ય વિવાદમાં ફસાઇ ગયા હતા. કહેવાઇ રહ્યું છે કે આ મુલાકાતમાં સરકાર બનાવવાને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/s9evacPWedU" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Union transport and highways minister Nitin Gadkari on Saturday rode into a controversy when he was caught on camera entering RSS headquarters on his scooter without wearing a helmet in violation of traffic rules.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X