For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહીદ નીતિનની બહાદૂરીની આ વાત વાંચશો, તો રુંવાટા ઊભા થઇ જશે!

By Desk
|
Google Oneindia Gujarati News

રવિવારે રાત્રે જમ્મૂ-કાશ્મીરના બારામુલામાં સેનાના કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં બીએસએફના એક જવાન નીતિન શહીદ થયા હતા. જો આ હુમલાને રોકવામાં ન આવ્યો હોત તો આ આતંકવાદીઓ ભારતની અંદર ઘુસીને મોટો હુમલો કરી શકતા હતા. આવો તમને બતાવીએ કે કેવી બહાદૂરી સાથે શહીદ થયા નીતિન.

સર્જીકલ સ્ટ્રાઇક પર ભારતને મળ્યો રશિયાનો સાથસર્જીકલ સ્ટ્રાઇક પર ભારતને મળ્યો રશિયાનો સાથ

Nitin kept firing on terrorist after serious injury

ઘાયલ હોવા છતાં ગોળીઓ વરસાવતા રહ્યા નીતિન

ઇટાવાના શહીદ નીતિન યાદવ કેટલા બહાદૂર હતા તે એનાથી જ જાણી શકાય છે કે તેમના પર આતંવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા તેમ છતાં, તેમણે કોઇ આતંવાદીને આગળ વધવા દીધો નહોતો. ઘાયલ હોવા છતાં તેઓ આતંકવાદીઓ પર ગોળીઓ વરસાવતા રહ્યા. બીએસએફના આખા દેશને ગર્વ છે.

હોસ્પિટલ લઇ જતા થયુ મોત બીએસએફ જવાન શહીદ નીતિન ગ્રેનેડ હુમલાને કારણે ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. સાથી જવાનોએ મોરચો સંભાળ્યો અને પછી નીતિનને હોસ્પિટલ લઇ જવાની કવાયત શરુ કરવામાં આવી. નીતિનને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા હતા, પરંતુ ગંભીર રીતે ઘાયલ હોવાને કારણે રસ્તામાં જ નીતિનનું મોત થઇ ગયું.

ભારતીય સેનાના 10 સૌથી શક્તિશાળી હથિયાર, જે છે સેનાની ઢાલભારતીય સેનાના 10 સૌથી શક્તિશાળી હથિયાર, જે છે સેનાની ઢાલ

Nitin kept firing on terrorist after serious injury

ગ્રેનેડ લૉંન્ચરથી હુમલો કર્યો આતંકવાદીઓએ

બારામુલામાં હુમલો કરવા આવેલા આતંકવાદીઓ ગ્રેનેડ લૉંન્ચર સાથે આવ્યા હતા. બીએસએફના આઇજી વિકાસ ચંદ્રાએ જણાવ્યું કે રાત્રે લગભગ 10 વાગે જવાનોને ઝેલમ નદીના કિનારે કંઇક હરકત અનુભવાઇ, ત્યારબાદ જવાનોએ આતંકવાદીઓને લલકાર્યા. આતંકવાદીઓએ તેના જવાબમાં ફાયરિંગ શરુ કરી દીધુ અને ત્યારબાદ ભારતીય જવાનોએ પણ ફાયરિંગ શરુ કર્યુ. આ દરમિયાન આતંકવાદીઓએ બીએસએફ જવાનોના બંકર પર ગ્રેનેડ ફેંકી દીધો.

આતંકવાદીઓના મનસૂબા પર ફેરવ્યું પાણી

બહાદૂર જવાનોએ ભારતમાં ઘૂસીને મોટો હુમલો કરવાના આતંકવાદીઓના મનસૂબાને સફળ થવા દીધો નહિ અને તેને મુહતોડ જવાબ આપ્યો. આ હુમલામાં બીએસએફનો એક અન્ય જવાન પણ ઘાયલ થયો, પરંતુ તેણે આતંકવાદીઓને દેશની સીમામાંથી બહાર ખદેડી દીધા. હાલમાં ઘાયલ બીએસએફ જવાનની હાલત સુધારા પર છે.

Nitin kept firing on terrorist after serious injury

શ્રદ્ધાંજલિ આપવા ઉમટી ભીડ

બારામુલામાં શહીદ થયેલા નીતિન યાદવના ઘરે મોટી માત્રામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે. ઉત્તરપ્રદેશ અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી શિવપાલ યાદવ પણ નીતિન યાદવના ઘરે પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Nitin kept firing on terrorist after serious injury
English summary
Nitin kept firing on terrorist after serious injury.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X