For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ તે બાબાઓને જેમણે પોલીસને કર્યા પરેશાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બરબાલ, 19 નવેમ્બર: હરિયાણાના વિવાદિત સંત રામપાલ બુધવારને પણ ધરપકડથી બચવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમના બચાવમાં અડેલા હજારો ભક્તોએ સવારે આશ્રમ છોડી દિધો છે. સુરક્ષા બળો અને રામપાલના ભક્તો વચ્ચે મંગળવારે થયેલી હિંસક ઝપાઝપીમાં લગભગ 250 લોકો ઘાયલ થયા બાદ સખત પોલીસ કાર્યવાહીના ડરથી રામપાલ બચાવ માટે આશ્રમમાં ડેરો જમાવેલા ભક્ત આશ્રમ છોડીને જવા લાગ્યા છે.

ઝપાઝપીમાં ઘાયલ થનારાઓમાં 110 પોલીસકર્મી પણ સામેલ છે. જિલ્લા વહિવટી તંત્રએ જણાવ્યું કે આશ્રમની 20 ફૂટ ઉંચી દિવાલ પાડી દિધા બાદ પાંચ દિવસોથી અંદર ડેરો જમાવેલા લગભગ 10,000 ભક્ત બુધવારે સવારે આશ્રમ છોડીને જવા લાગ્યા છે. થોડીવાર પહેલાં પોલીસે ફરીથી પોલીસે ઓપરેશન શરૂ કરી દિધું છે. પોલીસ બળની સંખ્યા આજે વધારી દેવામાં આવી છે. આસપાસના વિસ્તારમાં પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે. હિસાર આવતાં જતાં દરેક વ્યક્તિ પર આકરી નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન મંગળવારની હિંસામાં ઇજાગ્રસ્ત મા-પુત્રનું આગ્રોહા હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.

જો કે ધરપકડ માટે પોલીસ અને વહિવટી તંત્રને આકરી કસરત કરાવવા અને ભક્તોના વિશાળ ટોળા માટે સતપાલ પહેલાં આવા વિવાદિત સંત નથી. આ પહેલાં પણ બાબાઓની ધરપકડ કરવા માટે પોલીસને ભારે મહેનતનો સામનો કરવો પડ્યો છે. તો આવો તે ધર્મના નામ પર પાખંડનો ચોળો ઓઢીને કાનૂનેને હેરાન કરનાર બાબાઓ પર એક ઉડતી નજર નાખીએ.

Asharam bapu

Asharam bapu

હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ધરપકડ થયેલા આસારામ બાપુ કિશોર વિદ્યાર્થીની સાથે યૌન ઉત્પીડનના આરોપી અને પોતાને ભગવાન ગણનાર આસારામ બાપુને ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અડધી રાતે તેમના ઇન્દોર સ્થિત આશ્રમમાંથી ધરપકડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે વિમાનથી જોધપુર લાવવામાં આવ્યા હતા. ધરપકડ વખતે ઘટનાસ્થળ પર લગભગ એક હજાર પોલીસકર્મી હાજર હતા. કાનૂની કાર્યવાહીને લઇને હાઇવોલ્ટેજ નાટક થયું હતું. આસારામની ધરપકડ બાદ સમર્થકોએ રોડ પર બેસીને નારેબાજી કરતાં તેમને લઇ જતાં વાહનને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભારે પોલીસ બળની હાજરીના લીધે નિષ્ફળ રહ્યા. આ દરમિયાન સમર્થકોએ નારેબાજી કરતાં મીડિયાકર્મી પર પથ્થરમારો કર્યો હતો.

 સ્વામી નિત્યાનંદ

સ્વામી નિત્યાનંદ

આસ્થા સાથે ખિલવાડ કરનાર ઢોંગી બાબા અને ક્રિમિનલ કેસમાં ધરપકડનો સામનો કરી રહેલા વિવાદાસ્પદ સ્વયંભૂ બાબા નિત્યાનંદે બેંગ્લોરથી લગભગ 40 કિલોમીટર દૂર રામનગરમાં એક કોર્ટમાં આત્મસમર્પણ કરી દિધું હતું. નિત્યાનંદને જ્યરે પોલીસ ધરપકડમાં મોકલવામાં આવોય હતો ત્યારે તેમના સમર્થકોએ જોરદાર પથ્થરમારો અને તોડફોડ કરી હતી. બળાત્કાર સહિત ક્રિમિનલ આરોપોને પહેલાંથી સહન કરી રહેલા અને વર્ષ 2010માં ધરપકડ બાદથી નિત્યાનંદ જામીન પર છે. સૌથી મોટી મુસીબત તે સમયે સામી આવી જ્યારે આશ્રમમાં સંવાદદાતા સંમેલન દરમિયાન મીડિયાકર્મીઓ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તપાસમાં ખબર પડી કે નિત્યાનંદે જ આમ કરવા માટે કહ્યું હતું.

 નારાયણ સાંઇ

નારાયણ સાંઇ

ભગવાનનું રૂપ ધારણ કરીને પાપની માયાજાળ ગુંથનાર આસારામ બાપુના ભાગેડું પુત્ર નારાયણ સાંઇને ધરપકડ કરવા માટે પોલીસે આકરી મહેનત કરવી પડી હતીએ. ગત વર્ષે 4 ડિસેમ્બરના રોજ નારાયણ અને હનુમાન પંજાબ-હરિયાણા બોર્ડરથી ધરપકડ કરવામાં આવ્યા હતા. નારાયણ સાંઇની જે કારમાંથી ધરપકડ કરવામાં આવી તલાશી દરમિયાન પોલીસને તેની ડેકીમાંથી યૌનવર્ધક ગોળીઓ મળી આવી હતી.

 શોભન સરકાર

શોભન સરકાર

સોનાના ખજાનાથી માંડીને ઉત્તર પ્રદેશમાં ઉન્નાવનું ડોંડિયાખેડા ગામ દેશમાં જ નહી વિદેશમાં પણ ચર્ચાનો વિષય બની ગયું હતું. લોકો તેને ઉત્સુકતા ભરેલી નજરથી જોઇ રહ્યાં હતા. કાનપુરના શોભન સરકાર દ્વારા જોવામાં આવેલા સપનાના લીધે પોલીસ અએ વહિવટી ખૂબ હેરાન થયું.

English summary
The Haryana Police is due to begin a massive operation on Wednesday to nab controversial sect leader Sant Rampal, who continues to evade law and defy the Haryana and Punjab HC order's to surrender. Not only Sant Rampal, there are several other Babas in line who gave the police, a run for their money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X