For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભામાં બીજેપીના વિધાયકે ગુટકા ખાતા થયો વિવાદ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વિધાનસભામાં બીજેપીના વિધાયકે ગુટકા ખાતા થયો વિવાદ

વિધાનસભામાં બીજેપીના વિધાયકે ગુટકા ખાતા થયો વિવાદ

બેંગ્લોરમાં વિધાનસભામાં બેસીને બીજેપી વિધાયક ઉમેશ કટ્ટી ગુટકાનું પાઉચ ફાડતા કેમેરામાં કેદ થઇ ગયા. જે બાદ વિધાનસભામાં બબાલ થતા તેમને સફાઇ આપવી પડી હતી. જે બાદ બીજેપીએ પણ તેમને બરાબરની ફટકાર લગાવી.

આમીરને ક્યારેય પણ લાગી શકે છે એક થપ્પડ!

આમીરને ક્યારેય પણ લાગી શકે છે એક થપ્પડ!

શિવસેનાએ આમીર ખાનને એક થપ્પડ મારનાર વ્યક્તિને 1 લાખ રૂપિયા આપવાનું ઇનામ જાહેર કર્યું છે. એટલું જ નહીં જેટલી થપ્પડ મારશે તેટલી થપ્પડ માટે તેને 1-1 લાખ રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત શિવસેના દ્વારા કરવામાં આવી છે. શિવસેનાની પંજાબ શાખાના પ્રમુખ રાજીવ ટંડનને આ એલાન કર્યું છે. ત્યારે તે જોતા આવનારા સમયમાં આમીર ખાનને બચીને રહેવાની જરૂર છે.

30 નવેમ્બર સુધી વધારાઇ પીટર મુખર્જીની કસ્ટડી

30 નવેમ્બર સુધી વધારાઇ પીટર મુખર્જીની કસ્ટડી

સીબીઆઇની નવી તપાસમાં તેવું બહાર આવ્યું છે કે શીના મર્ડર કેસમાં ઇંદ્રાણીનો પતિ પીટર મુખર્જીઆ માસ્ટ માઇન્ડ હોઇ શકે છે. અને તેના ઇશારે કે પછી ઉસ્કાવાના લીધે કરીને ઇંદ્રાણીએ શીનાની હત્યા કરાવી હશે. ત્યારે પીટરની અટક બાદ હવે તેની ન્યાયિક હિરાસત 30 નવેમ્બર સુધી વધારવામાં આવી છે અને આ અંગે તેની જોડે પોલિસ પૂછપરછ કરી રહી છે.

GST પર પીએમ મોદીએ મોકલ્યું સોનિયા અને મનમોહનને આમંત્રણ

GST પર પીએમ મોદીએ મોકલ્યું સોનિયા અને મનમોહનને આમંત્રણ

શિયાળું સત્રના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી બિલ પાસ કરવા માટે અને વિધાનસભામાં આ અંગે સહમતિ બને તે માટે ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને વાતચીત કરવા માટે નિમંત્રણ મોકલ્યું છે.

350 કિમી સુધી વાર કરતી પૃથ્વી 2 મિસાઇલનો ટેસ્ટ સફળ

350 કિમી સુધી વાર કરતી પૃથ્વી 2 મિસાઇલનો ટેસ્ટ સફળ

અગ્નિ 4ના સફળ પરીક્ષણ બાદ ભારતે બીજી એક ઉપલબ્ધિ મેળવી છે પૃથ્વી 2 મિસાઇસનું પણ સફળ પરીક્ષણ થયું છે. નોંધનીય છે કે આ મિસાઇલ ભારતમાં જ બની છે અને ન્યૂકિલયર વેપન્સ લઇ જવામાં પણ સક્ષમ છે.

દેશમાં મહાત્મા ગાંધીના હત્યારાઓનો કબ્જો છે: આઝમ ખાન

દેશમાં મહાત્મા ગાંધીના હત્યારાઓનો કબ્જો છે: આઝમ ખાન

ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી અને પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા એવા આઝમ ખાને કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે દેશની સત્તા બાપુના હત્યારોઓના હાથમાં છે. વધુમાં તેમણે આરોપ લગાવ્યો છે કે બાપુની હત્યાનું કાવતરું આરએસએસ અને ભાજપ જ કર્યું હતું.

2 વર્ષ જૂના તોફાનો મામલે AAP વિધાયક અખિલેશ ત્રિપાઠીની થઇ ધરપકડ

2 વર્ષ જૂના તોફાનો મામલે AAP વિધાયક અખિલેશ ત્રિપાઠીની થઇ ધરપકડ

આમ આદમી પાર્ટીના મોડલ ટાઉનના વિધાયક અખિલેશ પતિ ત્રિપાઠીને 2 વર્ષ પહેલાના તોફાનાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અને તેમને બે દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જે બાદ ફરી એક વાર કેન્દ્ર અને દિલ્હીની સરકાર એકબીજાની સામ-સામે આવી ગઇ છે. વધુમાં દિલ્હી વિધાનસભામાં પણ આને કારણે હંગામો થયો હતો.

આમીરની અસહિષ્ણુતાની ટિપ્પણીએ કરાવ્યો પતિ-પત્નીમાં ઝગડો, પત્નીએ કરી આત્મહત્યા

આમીરની અસહિષ્ણુતાની ટિપ્પણીએ કરાવ્યો પતિ-પત્નીમાં ઝગડો, પત્નીએ કરી આત્મહત્યા

અસહિષ્ણુતા પર બોલીવૂડ એક્ટર આમીર ખાને જે નિવેદન આપ્યું તેના કારણે મધ્યપ્રદેશના જબલપુર રહેતા પતિ પત્ની વચ્ચે ઝગડો થઇ ગયો. વાત એટલી વધી ગઇ કે પત્ની ઝેર ખાઇ લીધુ અને દવાખાને પહોંચે ત્યાં સુધીમાં તેનું રામ નામ સત્ય થઇ ગયું. ત્યારે પોલિસે હાલ તો અયંક પાંડેની પત્ની સોનલ પાંડેનું શબ પોસ્ટમોર્ટમમાં મોકલીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બિહારમાં દારૂબંધી નિતીશનો સાથ આપવા આવી એલજેપી

બિહારમાં દારૂબંધી નિતીશનો સાથ આપવા આવી એલજેપી

નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદને સંભાળ્યા પછી રાજ્યમાં દારૂ બંધી જાહેર કરી આ અંગે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તેમાં લોકજનશક્તિ પાર્ટી પર તેમને સમર્થન આપ્યું છે. નોંધનીય છે કે ચૂંટણી પહેલા નીતિશ આ અંગે જાહેરાત કરી હતી.

22 કરોડની લૂંટનો ખુલાસો, એટીએમ કેશ વેનનો ડ્રાઇવર પકડાયો

22 કરોડની લૂંટનો ખુલાસો, એટીએમ કેશ વેનનો ડ્રાઇવર પકડાયો

દિલ્હીની એક્સીસ બેંકમાં થયેલી દિલ્હીની સૌથી મોટી લૂંટ કે જેમાં 22.5 કરોડની ચોરી થઇ હતી તેનો ચોર પકડાઇ ચૂક્યો છે. આ રકમને ચોરનાર બીજું કોઇ નહીં તે કેશ વેનનો ડ્રાઇવર હતો. જેના પકડાઇ જવા પર આ ખુલાસો થયો હતો. પ્રદીપ શુક્લા નામના આ વ્યક્તિએ ખૂબ જ ચાલાકીથી કેશ વેનમાંથી પૈસા ચોરી ઓખલા મંડીના એક ગોદામમાં તેની છૂપાવી રાખ્યા હતા. પોલિસની સતર્કતાથી આ ગુનોગારને જલ્દીથી પકડી શકાયો.

10માં ધોરણની વિદ્યાર્થીના ગેંગરેપનો વિડિયો યો વોટ્સઅપ થયો વાયરલ

10માં ધોરણની વિદ્યાર્થીના ગેંગરેપનો વિડિયો યો વોટ્સઅપ થયો વાયરલ

મુંબઇના મલાડ સ્થિત સ્કૂલમાં 10માં ધોરણમાં ભણતા ચાર વિદ્યાર્થીઓએ તેમની ક્લાસની જ છોકરી જોડે ગેંગરેપ કરીને તેનો વીડિયો વોટ્સઅપ પર વાયરલ કરી દીધો. ત્યારે પોલિસે આ ચાર યુવકોને રિમાન્ડ હોમ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ફારુખ અબ્દુલ્લા કહ્યું પીઓકે પાકનું હતું અને રહેશે

ફારુખ અબ્દુલ્લા કહ્યું પીઓકે પાકનું હતું અને રહેશે

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફન્સના અધ્યક્ષ ફારુખ અબ્દુલ્લાએ કહ્યું કે પીઓકે પાકિસ્તાનનો ભાગ છે અને તે રહેશે અને જમ્મુ કાશ્મીર ભારતનું અંગ છે. અને આ વાત બન્ને દેશોએ સમજવી જોઇએ. જો કે ફારુખના આ નિવેદનથી જમ્મુ કાશ્મીરની રાજનીતિ ગર્માઇ હતી. જે પર બીજેપીના વરિષ્ઠ નેતા નિર્મલ સિંહે વર્ષ 1994નો હવાલો આપી કહ્યું હતું કે સસંદમાં પ્રસ્તાવિત કરેલા પ્રસ્તાવ મુજબ પીઓકે સંવિધાનિક રીતે ભારતનો ભાગ છે.

નાગપુર ટેસ્ટ સીરીઝમાં ભારતનો થયો શાનદાર વિજય

નાગપુર ટેસ્ટ સીરીઝમાં ભારતનો થયો શાનદાર વિજય

નાગપુર ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને શાનદાર જીત મેળવી છે. તેમાં મિશ્રા અને જાડેજાએ 4-4 વિકેટ લઇને જીતને પાક્કી કરી હતી. અને અશ્વિન મેન ઓફ ધ મેચ બન્યા હતા. ટીમ ઇન્ડિયાએ 124 રનમાં આ મેચ જીત 2-0થી ભારતની અજોડ જીત અપાવી હતી.

કપડવંજમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના આગમનની તડામાર તૈયારી

કપડવંજમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના આગમનની તડામાર તૈયારી

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 30મી નવેમ્બરના રોજ ગુજરાતના કપડવંજની મુલાકાતે આવવાના છે. પ્રણવ મુખર્જી અહીં 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ એશિયાના મોટા કેટલફીડ તેવા અમૂલના પશુઆહાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરવા આવશે. ત્યારે તેમના આગમન પહેલા અહીં સુરક્ષા અને વ્યવસ્થાને સધન કરવામાં આવી હતી.

English summary
November 27: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X