For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદાખ ઝઘડોઃ 168 સૈનિકો વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ

By Super
|
Google Oneindia Gujarati News

army
નવી દિલ્હી, 25 માર્ચઃ સેનાની એક કોર્ટ ઓફ ઇન્કવાયરી(સીઓઆઇ)એ લદાખના ન્યોમામાં ગત વર્ષે મે મહીનામાં અધિકારીઓ અને યુવાનો વચ્ચે થયેલી ઝડપ મુદ્દે એક તોપખાનું એકમના તત્કાલિન કમાન્ડિંગ અધિકારી(સીઓ) સહિત 168 કર્મીઓ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહીની ભલામણ કરી છે.

ભૂમિદળના સૂત્રોએ અહીં જણાવ્યું કે નાર્દર્ન આર્મી કમાન્ડરે સીઓઆઇની ભલામણોની પૃષ્ટિ કરી છે. તેમાં 168 કર્મીઓ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. આ કર્મીઓએ ત્રણ અન્ય અધિકારી, 17 જેસીઓ અને 147 જવાન સામેલ છે.

તેમણે જણાવ્યું કે ગત વર્ષે 10 મેએ ઘટેલી ઘટનાના સંબંધમાં કર્મીઓ વિરુદ્ધ કોર્ટ માર્શલની નોબત પણ આવી શકે છે. બ્રિગેડિયર અજય તલવારના નેતૃત્વમાં સીઓઆઇએ પોતાની તપાસ પૂર્ણ કરી લીધી હતી અને ગત વર્ષે ડિસેમ્બરના પહેલા હપ્તામાં જ લેહ સ્થિત 14મી કોર મુખ્યાલયને પોતાનો અહેવાલ સોંપી દીધો હતો. સીઓઆઇએ આ કર્મીઓ પર આગ ચાંપવી અને હુમલા સહિત વિભિન્ન આરોપ લગાવ્યા હતા.

ન્યોમાની પાસે માહે ફાયરિંગ રેન્જમાં થયેલી આ ઘટનામાં 226 ફિલ્ડ રેજિમેન્ટના આઠ જવાનો અને સીઓ સહિત ત્રણ અધિકારી ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના એક દિવસ પછી જ સીઓઆઇના આદેશ સેનાએ આપ્યા હતા. જેમાં પાંચ અધિકારી, 21 જેસીઓ અને 189 જવાનો સહિત 215 લોકોએ જુબાની આપી હતી. ગત વર્ષે જમ્મૂ-કાશ્મીરમાં આવી જ એક અન્ય ઘટનામાં સેનાની સીઓઆઇએ 60 કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ કરી હતી.

English summary
CoI recommends disciplinary action against 168 Army personnel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X