ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Subscribe to Oneindia News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

સરહદ પર પાકિસ્તાનનો તોપમારો, હજારોનું સ્થળાંતર કરાયું

પાકિસ્તાને ઓબ્ઝર્વેશન ટાવર પર પહેરો દેતા ભારતના બીએસએફ જવાનોને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી વીંધવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. દરમિયાન પલીસ અને સેનાએ હજારોની સંખ્યામાં લોકોને બુલેટપ્રૂફ વાહનો દ્વારા સલામત સ્થલે ખસેડ્યા. ઉપરાંત પાકિસ્તાને 80 અને 81 એણએણનો તોપમારો પણ કરી રહ્યા છે. 80 શાળાઓને બંધ રાખવામાં આવી છે.

હવે તો પાકિસ્તાન સાથે યુદ્ધ જ જોઇએંઃ શહીદના માતા-પિતા

પાકિસ્તાને એલઓસી પર કરેલા ફાયરિંગમાં ઘાયલ થયેલા ગુરનામ સિંહ શહીદ થયા. શહીદના માતા-પિતાએ પીએમ મોદીને પત્ર લખી પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અમારા દીકરાએ દેશ માટે બલિદાન આપ્યું, અમને ખુશી છે. પરંતુ હવે તો પાકિસ્તાન સાથે યુદ્ધ જ જોઇએં.

5 કરોડની ડીલ મામલે રાજ ઠાકરેને સેનાની ફટકાર

બૉલીવુડમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવા બાબતે મનસેના રાજ ઠાકરેએ શરત મુકી. કહ્યું કે જે કોઇ પ્રોડ્યૂસર્સ પાકિસ્તાની કલાકારોને ફિલ્મમાં લેશે તેણે 5 કરોડ રૂપિયા આર્મી રિલીફ ફંડમાં જમા કરાવવા પડશે. શરત સામે નારાજગી વ્યક્ત કરી આર્મીએ કહ્યું કે સુરક્ષાદળો પર રાજનીતિ ન કરો.

આગામી 48 કલાક સપા માટે છે અતિ મહત્વના

સમાજવાદી પાર્ટીમાં શરૂ થયેલું મહાભારત અંતિમ પડાવમાં પહોંચ્યું છે. પક્ષના પીઢ નેતાઓ હવે સમાધાન માટે મેદાનમાં ઉતર્યા છે. સોમવારે મુલાયમસિંહ યાદવની અધ્યક્ષતામાં એક બેઠક યોજાનાર છે. પાર્ટીમાં વિભાજન થશે કે પછીં સમાધાન એ આ બેઠક દરમિયાન નક્કી થઇ જશે.

અખિલેશે કેબિનેટમાંથી કાકા સહિત 4ની હકાલપટ્ટી કરી

યુપીના સીએમ અખિલેશ યાદવે પોતાના નિવાસ સ્થાને ધારાસભ્યોની એક બેઠક બોલાવી. આ બેઠકમાં શિવપાલ યાદવના સમર્થકો માટે નો એન્ટ્રી રાખવામાં આવી છે. બેઠક દરમિયાન શિવપાલ યાદવ સહિત 4 મંત્રીઓની કેબિનેટમાંથી છૂટ્ટી કરાઇ છે. અખિલેશે કહ્યું કે જે કોઇ પણ અમરસિંહની સાથે છે તેમને હટાવવામાં આવશે.

English summary
October 23 read today's top national news pics
Please Wait while comments are loading...