For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: કાશ્મીરી પંડિતોના દુ:ખને અવાજ આપ્યો અનુપમ ખેરે

આજે કાશ્મીરી પંડિતોના પલાયનને 27 વર્ષ પૂર્ણ થયા. ત્યારે 27 વર્ષોથી પોતાની અંદર છૂપાવી રાખેલા કાશ્મીરી પંડિતોના દુખને માર્મિક રીતે અનુપમ ખેરે કંઇક આ રીતે શબ્દોના માધ્યમની જણાવ્યો. જુઓ વીડિયો...

|
Google Oneindia Gujarati News

19 જાન્યુઆરી 1990ની તે કાળી રાત જ્યારે કટ્ટરપંથીઓએ 4 લાખ કાશ્મીરી પંડિતોને રાતો રાત તેમના ઘરમાંથી ભાગી જવા માટે મજબૂર કર્યા હતા. આ હકીકત આજે પણ અનેક કાશ્મીરી પંડિતો ભૂલાવી નથી શક્યા. કાશ્મીરી પંડિત તેવા અનુપમ ખેરે પણ જણાવ્યું કે તે આજે પણ તે દિવસને યાદ કરીને હચમચી ઊઠે છે. કાશ્મીરી પંડિતોના આ દુખને વાચા આપવા માટે અનુપમ ખેરે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં અનુપમ ખેર જેવા અનેક કાશ્મીરી પંડિતોની સમસ્યાને કવિતાના માધ્યમથી વાચા અપાઇ છે.

anupam kher

અનુપમ ખેરે પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક વીડિયો મૂક્યો છે. જેમાં તેમણે એક કવિતા ગાઇ છે જેના શબ્દો છે "ફેલેગા ફેલેગા હમારા મોન...સમુદ્ર કે પાની મેં નમક કી તરહ..." નોંધનીય છે કે આજના દિવસે જ 27 વર્ષ પહેલા કાશ્મીરી પંડિતોને રાતો રાત વિસ્થાપીત કરવામાં આવ્યા હતા. અનેક લોકોને પોતાના જ ઘરમાંથી બહારી નીકાળી દેવામાં આવ્યા હતા કારણ કે તે કાશ્મીરી પંડિત હતા. અને સામે પક્ષે કાશ્મીર પંડિતોને પણ પોતાની મોત અને પરિવારની ઇજ્જત બચાવવા માટે કાશ્મીર છોડી દેશના અન્ય શહેરા તરફ જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

ઝાયરાના પક્ષમાં બોલ્યા આમિર, કહ્યું તું તો મારી પણ રોલ મોડેલ છેઝાયરાના પક્ષમાં બોલ્યા આમિર, કહ્યું તું તો મારી પણ રોલ મોડેલ છે

જે બાદ કાશ્મીરી પંડિતોને કેટલાય વર્ષો સુધી ટેન્ટમાં શરણાર્થી તરીકે રાખવામાં આવ્યા. પણ સૌથી દુખભરી વાત તો એ છે કે આજે પણ તેમનાથી અનેક પાછા પોતાના વતન નથી જઇ શક્યા. નોંધનીય છે કે ભારતનો જ એક ભાગ હોવા છતાં કાશ્મીરમાં રહેતા પંડિતોને કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓ તરફથી ધમકીઓ આપવામાં આવતી હતી. અને કાશ્મીરી પંડિતોને પોતાના મકાન-જમીન તેમની તેમ છોડી પલાયન થવું પડ્યું હતું. હકીકત એ છે કે આજે પણ 27 વર્ષ વીતવા છતાં પણ આ તમામ કાશ્મીરી પંડિતો પોતના ઘર, વતનને ભૂલવાની કોશિષ કરી રહ્યા છે.
ત્યારે અનુપમ ખેરનો આ વીડિયો જુઓ અહીં....

English summary
On the 27th anniversary of Pandits migration from the Kashmir valley due to escalating violence, noted Bollywood actor Anupam Kher Tuesday posted a poem dedicated to them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X