For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની વિનંતીઓની પણ બાબુઓ પર કોઇ અસર નહીં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 નવેમ્બર: કહેવાય છે કે આદતો ના બદલવામાં આવે તો બીમારી બની જાય છે અને આ જ હાલ ભારતમાં સરકારી બાબુઓનો છે. એક તરફ તો અમારા વડાપ્રધાન છે જે દિવસમાં માત્ર થોડાક જ કલાકની ઊંઘ લે છે તો પણ સમય પર ઓફિસ પહોંચે છે. બીજી તરફ તેઓ સરકારી બાબુ છે જેમણે લગભગ સોગંધ ખાઇ લીધી છે કે તેઓ ક્યારેય પણ સમય પર ઓફિસ નહીં પહોંચે પછી ભલેને વડાપ્રધાન જ દરેક મોટા મંચ અને દરેક મોટા કાર્યક્રમના માધ્યમથી તેમને આ અંગેની વિનંતી કરતા હોય.

modi
મોદીની અપીલની પણ કોઇ અસર નથી
મોદીની લાખ અપીલ છતાં માત્ર 20થી 25 ટકા સરકારી કર્મચારીઓ જ એવા છે જે 9 વાગ્યે અથવા તેનાથી પહેલા પોતાની ઓફીસ પહોંચી જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશો અનુસાર તમામ કર્મચારીઓના વર્કસ્ટેશન પર બાયોમેટ્રિક એટેડેંસ સિસ્ટમ ઇંસ્ટોલ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમની મદદથી જ આ જાણકારી મળી શકી છે કે આખરે સરકારી બાબુઓને યોગ્ય માર્ગ પર લાવનાર મોદીનું અભિયાન કેટલું સફળ થઇ શક્યું છે.

modi
ઓફિસ છોડવામાં સમયના પાક્કા
મોદીએ ઓક્ટોબર http://attendance.gov.in/ આ નામથી એક વેબસાઇટની શરૂઆત કરી હતી. આ વેબસાઇટને દરેક સરકારી ઓફિસમાં ઇંસ્ટોલ બાયોમિટ્રિક એટેડેંસ સિસ્ટમથી જોડી દેવામાં આવ્યું હતું. આ વેબસાઇટ પર આપેલા આંકડા અનુસાર લગભગ 25 ટકા કર્મચારી જ એવા છે જે નવ વાગ્યે ઓફિસ પહોંચે છે. હેરાનીની વાત છે કે આ કર્મચારી ઓફીસથી નીકળવામાં જરા પણ મોડું નથી કરતા.

કેન્દ્ર સરકારના આધીન આવનાર ઓફિસોના કામકાજનો સમય 9 વાગ્યાથી સાંજના 5.30નો છે જેમાં એક કલાકનો બ્રેકનો પણ સમાવેશ થાય છે. જો આઠ કલાકનો હિસાબ લગાવવામાં આવે તો એક માસમાં કર્મચારીને લગભગ 176 કલાક કામ કરવું જોઇએ.

70ના દાયકાથી જારી છે પ્રયત્ન
પરંતુ આ સિસ્ટમ કંઇક અલગ જ કહાણી કહે છે. સરકારી કર્મચારી એક માસમાં 165 કલાકથી વધારે કામ નથી કરતા. અંગ્રેજી ડેલી હિંદુસ્તાન ટાઇમ્સે એક સરકારી અધિકારીના હવાલાથી છાપ્યું છે કે કર્મચારીઓને સમયના પાબંદ બનાવવાની મુહિમ આજની નથી, પરંતુ 70ના દાયકાથી ચાલી રહેલી છે અને તેમ છતાં કોઇ સુધાર થતો દેખાઇ નથી રહ્યો.

હા હવે કર્મચારીઓની લેટલતીફીને ઓનલાઇન ટ્રેક કરી શકાય છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોની માનીએ તો વરિષ્ઠ સરકારી અધિકારીઓએ આ ડેટા પર નજર કરવી જોઇએ અને ખુદને સમયના પાબંદ બનાવવાની આદત નાખવી જોઇએ.

નિયમોનુસાર આવા કર્મચારીઓ જે સવારે 9.30 વાગ્યા પછી ઓફીસમાં આવે છે અને તેમનો હાફ ડે માનવામાં આવે છે. પરંતુ તમામ વિભાગના પ્રમુખોએ એ વાત પર ધ્યાન આપવું જોઇએ કે તેઓ પોતાની આદત પર સુધાર કરે.

English summary
Only 21 .4% govt officials are punctual in Modi led era. The website which was launched for e attendance clearly shows the result.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X