For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે દરિયામાં તરી શકતો વિશ્વનો એકમાત્ર હાથી રાજન

|
Google Oneindia Gujarati News

સૌ કોઇ જાણે છે કે સામાન્ય રીતે હાથી અને પાણી વચ્ચે ખાસ મિત્રતા હોય છે. હાથીને ગરમી ખૂબ લાગતી હોવાથી તે હંમેશા જળવિપુલ સ્થળોની આસપાસ વધારે જોવા મળે છે. ઝુંડમાં ફરવાના શોખીન હાથીઓને પાણીમાં નહાવું અને મસ્તી કરવી ખૂબ ગમતી હોય છે. પણ પાણીમાં મસ્તી કરવી અને પાણીમાં તરવું અલગ બાબત છે. ખૂબ ઓછા હાથીઓ હોય છે જે પાણીમાં તરી શકે છે. વિશ્વભરમાં આવા હાથીઓની સંખ્યા હવે રહી નથી. ભારતમાં હવે છેલ્લો એક હાથી રહ્યો છે જે પાણીમાં તરી શકે છે. જી હા, ચાલવું નહીં પણ તરી શકે છે એ પણ દરિયાના પાણીમાં.ભારતની યુનિયન ટેરેટરીમાં આવતા અંદમાન નિકોબાર ટાપુ પર દરિયામાં તરી શકતો વિશ્વનો એક માત્ર હાથી રહે છે. તેનું નામ રાજન છે.

1

1

આ છે વિશ્વનો એક માત્ર દરિયામાં તરી શકતો હાથી

2

2

વર્તમાનમાં 65 વર્ષથી વધુના આ હાથીનું નામ છે રાજન

3

3

તે અંદમાન નિકોબાર ટાપુ પર રહે છે અને વિશ્વભરના સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે.

4

4

રાજનને વર્ષ 1970માં દરિયામાં તરવાની તાલીમ આપવામાં આવી હતી.

5

5

તેને તરતો જોનારા પ્રવાસીઓ દુનિયાની આઠમી અજાયબી અજાયબી જોયાનો આનંદ મેળવે છે.

6

6

આજે તે મુક્ત રીતે જીવન વિતાવે છે

રાજનની ઉંમર 65 વર્ષથી વધારે છે.રાજનની આ ખાસિયત જોવા માટે દેશ વિદેશથી લોકો મોટી સંખ્યામાં અંદમાન ટાપુ પર આવતા હોય છે. આ માટે 1970માં તેને દરિયામાં તરવાની તાલીમ આપવામાં આવી હતી. રાજન વિશ્વનો એક માત્ર હાથી છે જે દરિયામાં તરી શકે છે. તેને તરતો જોવો એ દુનિયાની આઠમી અજાયબી છે. દુનિયાભરના સહેલાણીઓ અહીં તેની તસવીરો ઉતારે છે. આવો જોઇએ દરિયામાં તરતા રાજનની તસવીરો...

English summary
Only elephant in the world who can swim in ocean
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X