For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં સો કરોડનો ખર્ચો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 31 ઓક્ટોબર: વાનખેડે સ્ટેડિયમમાં પ્રદેશના યુવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા. જેની જોર શોરથી તૈયારીઓ કરવામાં આવી. પહેલીવાર સીએમની શપથ ગ્રહણનું આયોજન ક્રિકેટના જાણીતા મેદાન વાનખેડે સ્ટેડિયમમાં કરવામાં આવ્યું. એટલા માટે સ્ટેડિયમને નવવધૂની માફક શણગારવામાં આવ્યું. કહેવામાં આવે છે કે આ શપથ ગ્રહણ સમારોહમાં સો કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેના પર કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે ઘણા દિગ્ગ્જોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું જેમાં રાજકીય મંચ સિવાય સિને જગતની હસ્તીઓ પણ સામેલ છે. સમાચાર છે સિને જગતના અભિનેતા સલમાન ખાન, રિતિક રોશન, રિતેશ દેશમુખ અને સોનાક્ષી સિન્હા સહિત ઘણી ફિલ્મી હસ્તીઓએ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે લેખિત આમંત્રણ મોકલવામાં આવ્યું હતું જેને આ બધાએ સ્વિકાર કરી લીધું છે.

devendra-fadnavis

આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ પણ ખાસકરીને હાજર રહેશે. પરંતુ સાંભળવા મળ્યું છે કે વડાપ્રધાનના આવવાનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવી રહી નથી.

તમને જણાવી દઇએ કે દેવેન્દ્ર ફડણવીસ પણ મોદી માફક જ કથનીમાં વિશ્વાસ ધરાવે છે. પાર્ટીમાં તેમની છબિ એક ઇમાનદાર અને સંઘર્ષશીલ નેતાની રહી છે. પીએમ મોદીની માફક તેમનું વ્યક્તિત્વ પણ સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતિથી પ્રભાવિત છે. શરદ પવાર બાદ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના બીજા સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી હશે. તે માત્ર 44 વર્ષની ઉંમરમાં રાજ્યના મુખ્યમંત્રી બનવા જઇ રહ્યાં છે.

English summary
Over 2,500 policemen will be deployed at the sprawling Wankhede Stadium to maintain a strict vigil during Fadnavis’s swearing-in ceremony in Mumbai today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X