For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM પદ માટે પંકજાએ કર્યો દાવો ભાજપે કહ્યું નિર્ણય સંસદીય બોર્ડ કરશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 ઓક્ટોબર: મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ સર્વેક્ષણના પરીણામોમાં ભાજપ સત્તામાં આવવાના પૂર્વાનુમાનો વચ્ચે પાર્ટીની પ્રદેશ એકમના એક વરિષ્ઠ નેતાએ આજે કહ્યું કે મુખ્યમંત્રી કોણ બનશે, તેના પર અંતિમ નિર્ણય પાર્ટીનો સંસદીય બોર્ડ કરશે.

વિધાન પરિષદમાં નેતા પ્રતિપક્ષ વિનોદ તાવડેએ કહ્યું 'મુખ્યમંત્રી કોણ બનશે, તેના વિશે અંતિમ નિર્ણય સંસદીય બોર્ડ ચૂંટાયેલા ધારાસભ્યોની ભલામણોવાળા ઉમેદવારોના નામ પર વિચાર કરશે.' પ્રદેશ ભાજપની કોર કમિટીના સભ્ય તાવડેએ શુક્રવારે કહ્યું ભાજપના મુખ્યમંત્રીના પદ માટે કોઇ દોડ નથી. આ દરમિયાન કોર કમિટીની વધુ એક સભ્ય પંકજા મુંડેએ આજે અહીં સંવાદદાતાઓને કહ્યું કે પાર્ટી કાર્યકર્તા તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.

pankaja-munde

તેમણે કહ્યું 'જે લોકો મારા પિતા (દિવંગત ગોપીનાથ મુંડે)ને મુખ્યમંત્રી તરીકે જોવા માંગતા હતા, તે હવે માંગ કરી રહ્યાં છે કે મને મુખ્યમંત્રી બનાવવી જોઇએ. ના ફક્ત મારા પિતાના સમર્થકો, પરંતુ રાજ્યના યુવા પણ મને મુખ્યમંત્રી બનતાં જોવા માંગે છે. પંકજાએ કહ્યું કે મેં ક્યારેય મુખ્યમંત્રી પદની ઇચ્છા રાખી નથી. આ પાર્ટી કાર્યકર્તાઓની ભાવના છે. પાર્ટી જે નિર્ણય કરશે હું તેનું પાલન કરીશ.

English summary
BJP MLA Pankaja Munde on Friday created a stir in political circles by saying that she was willing to head the BJP government to fulfil the "aspirations" of her supporters and her late father's "dream". Pankaja, who is the daughter of the late Gopinath Munde, was talking informally to mediapersons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X