For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેતજો: તમારા બાળકોની ક્યુટ તસવીરો બની શકે છે, વિકૃતના આનંદનું સાધન

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં સોશ્યિલ મિડીયા અભિવ્યક્તિનું મોટું હથિયાર બની રહ્યું છે. સોશ્યિલ મિડીયાની વિવિધ એપ પર દૂર બેઠેલા સ્વજનો સાથે પોતાના મનની વાત શેર કરવાનું માધ્યમ બની રહ્યું છે.

ખાસ કરીને ફેસબુક જેવી સાઇટ્સ પર તો લોકો નાની નાની ઇવેન્ટના ફોટો અને વિડીયો પણ અપલોડ કરતા હોય છે. ત્યારે એવામાં તમે જે સાઇટ્સનો ઉપયોગ તમારી ખુશીઓને શેર કરવા માટે કરી રહ્યાં છો, તે ક્યાંક તમારા સ્વજનો માટે શાપિત તો સાબિત નથી રહીને તે પણ જોવુ ખુબ જ જરૂરી છે. આવો આ આખીય વાતને એક ઘટના પરથી સમજવાની કોશિષ કરીએ.

હાલમાં જ મહેરાજી પોતાના પરિવાર સાથે નૈનિતાલ ફરીને આવ્યા હતા. પાછા આવતાની સાથે જ તેમણે પોતાના પરિવાર સાથેના નૈનિતાલના ફોટો ફેસબુક પર અપલોડ કરી દીધા. મહેરા સાહેબને લાગ્યુ કે આ ફોટો તેમના મિત્રો અને સંબંધીઓ જોશે, લાઇક કરશે અને કમેન્ટ કરશે. વાત સાચી, પણ મહેરાજીને એ વાતનો અંદાજો પણ ન હતો કે આ તમામ ફોટોમાં તેમની 9 વર્ષની દિકરીનો પણ ફોટો છે. જેને મુંબઇમાં બેઠેલો એક આધેડ રોજ જોતો અને ગંદા વિચાર કરતો.

જી હા, આ સમાજના એવા હેવાન છે જે 10થી 15 વર્ષની અથવા તો તેનાથી પણ ઓછી ઉંમરની છોકરીઓના ફોટા જોવાના શોખીન હોય છે. આ એ હેવાનો છે જેમને સિગરેટ કે દારૂનો નહીં પણ નાની નાની છોકરીઓની તસવીર જોવાનો શોખ હોય છે. તબીબી ભાષામાં આવા લોકોને પીડોફીલિક કહેવામાં આવે છે. જેમના માટે ફેસબુક એક બેસ્ટ ડેસ્ટીનેશન બની ગયુ છે.

પીડોફાઇલ્સ

પીડોફાઇલ્સ

તબીબી ભાષામાં આ એક મનોવૈજ્ઞાનિક વિકૃતિ છે, જેમાં આવા લોકો નાના બાળકોને વિકૃત દ્રષ્ટિએ જોઇને આનંદ માણે છે.

બાળકો અંગે અશ્લીલ વાતો

બાળકો અંગે અશ્લીલ વાતો

ફેસબુક પર એવા પેજીસ છે કે જ્યાં માત્ર ચાઇલ્ડ સેક્સની વાત જ કરવામાં આવે છે. હકીકતમાં આવા પેજ બનાવનાર લોકો પીડોફિલીક હોય છે.

તાજેતરની ઘટના

તાજેતરની ઘટના

એપ્રિલ 2015માં તિરૂવનંતપુરમમાં પોલીસે બે ફેસબુક પેજ બંધ કરાવ્યા. ત્યારબાદ ચેન્નાઇની પોલીસે તિરૂપતિમાંથી બે લોકોની ધરપકડ પણ કરી હતી, આ લોકો ફેસબુક પર માત્ર બાળકો માટે આવી વાતોનું કન્ટેંટ અને ફોટા જ મૂકતા હતા. જાણીને આશ્ચર્ય થશે કે આ ગૃપમાં 3000 લોકોથી વધુ લોકો હતા. પોલીસ રીપોર્ટને લઇને ફેસબુકે આ ગૃપને બેન કરી દીધુ છે.

માતા પિતા માટે અલર્ટ-ગાઇડલાઇન્સ

માતા પિતા માટે અલર્ટ-ગાઇડલાઇન્સ

જો તમારા બાળકોની તસવીર સાથે કોઇ છેડછાડ થાય છે, તેને અશ્લીલ બનાવીને અપલોડ કરવામાં આવે છે, કે પછી કોઇ ઉત્પાદનના પ્રમોશનમાં ઉપયોગ કરવામાં આવે છે. તો તેના વિરૂદ્ધ પોલીસમાં તમે ફરિયાદ નોંધાવી શકો છો.

પોલીસ ફરિયાદ

પોલીસ ફરિયાદ

કાયદા અનુસાર આવી વ્યક્તિની વિરૂદ્ધમાં પોલીસ ફરીયાદ થઇ શકે છે. રીપોર્ટના આધારે આ વ્યક્તિ પર કલમ 67(B) અનુસાર કેસ બની શકે છે.

પોક્સો

પોક્સો

પોક્સો એક્ટની કલમ 13 અનુસાર જો કોઇ બાળકની તસવીરને (મિડીયા, વિજ્ઞાપન, પ્રમોશન, સોશ્યિલ નેટવર્કીંગ વગેરેમાં) અશ્લીલ રીતે પ્રસ્તુત કરવાથી ત્રણ વર્ષની સજા થઇ શકે છે. આ ઉપરાંત કાયદાની કલમ 15 અનુસાર ચાઇલ્ડ પોર્નોગ્રાફી અંતર્ગત ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા અને મોટા દંડના પ્રાવધાન છે.

મનોવૈજ્ઞાનિક

મનોવૈજ્ઞાનિક

મનોવૈજ્ઞાનિકોના મતે જે લોકો પીડોફિલીયાથી ગ્રસ્ત હોય છે, તે લોકો બાળકો પ્રત્યે આકર્ષિત થાય છે. અને તક મળતા જ બાળકોની અસ્મીતા પર હુમલો કરે છે. આવા લોકો જ્યારે નાના બાળકોને જુએ છે ત્યારે તેમની સાથે અશ્લીલ હરકતો કરવા માટે પ્રેરિત થાય છે.

English summary
If you are posting the pics of your daughters on facebook, then beware! Because many paedophilics are active on Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X