For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલને ઝટકો, અમેરિકામાં નહીં થાય મોદીનો વિરોધ

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક: અમેરિકામાં પીએમ નરેન્દ્ર મોદી પહોંચે તે પહેલા જ હાર્દિકની લગાડેલી આગ અમેરિકા સુધી પહોંચી હતી. ગુજરાતમાં પટેલ આરક્ષણની લઇને જે વિવાદ શરૂ થયો છે, તેને અમેરિકામાં પીએમ મોદીની યાત્રા દરમ્યાન અમેરિકામાં પણ શરૂ કરવાની યોજના હતી. અને હવે સમાચારો મળી રહ્યાં છેકે અમેરિકામાં વસવાટ કરી રહેલા પટેલોએ નક્કી કર્યું છેકે તેઓ પીએમ મોદીનો વિરોધ નહીં કરે.

Narendra modi

અમેરિકાનો પટેલ સમુદાય હવે નરેન્દ્ર મોદીના આગમનમાં એક રેલીનું આયોજન કરશે. મોદી સમર્થકોનું કહેવુ છેકે રાજનિતીથી પ્રેરિત કેટલાક લોકોનું કહેવુ છે કે હોટલની બહાર અને શુક્રવારે યુએન હેડક્વાર્ટરની બહાર પ્રદર્શનની યોજના હતી, પરંતુ વાતચીત બાદ હવે પટેલ સમુદાય પ્રદર્શન નહીં કરે તે વાત પર સંમત થઇ ગયો છે.

ન્યૂયોર્કમાં આયોજીત સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ન્યૂયોર્ક પહોંચી ગયા છે. આજે વહેલી સવારે સાડા ચાર કલાકે તેમનું વિમાન ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર પહોંચ્યું હતુ. અહીં હોટલની બહાર લોકોની ભીડે નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આજે પીએમ મોદી સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્રમાં સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ પર એક બેઠકને સંબોધિત કરશે. આ સાથે જ તેઓ ન્યૂયોર્કમાં જ ગ્લોબલ CEO માટે રાખવામાં આવેલા એક ભોજન સમારોહમાં પણ હાજરી આપશે.

English summary
Patel community will not protest against PM Narendra Modi in US. Earlier they have decided to protest against PM because of reservations issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X