For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI જેટલા નોટ છાપી, બેંકોએ તેનાથી પણ વધારે વેચી છે

ભારતીય રિઝર્વ બેંકે 13 જાન્યુઆરી સુધી 9.1 લાખ કરોડ રૂપિયાની નોટો છાપી. પણ બેંકો તેનાથી પણ વધારાના 60 હજાર કરોડ વટાવી ચૂકી છે. કેવી રીતે આ બન્યું વધુ વાંચો અહીં...

|
Google Oneindia Gujarati News

જ્યારે 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી તો પૂરા દેશો એટીએમ અને બેંકની બહાર લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેતા જોવા મળી ગયા. તે બાદ ભારતીય રિર્ઝવ બેંક દ્વારા બુધવારે સંસદીય સમિતિએ એક રિપોર્ટ મૂક્યો છે. જેના આંકડા ખરેખરમાં ચોંકવનારા છે. એટલું જ નહીં આ આંકડા મોદી સરકાર અને ભારતીય રિર્ઝવ બેંકની ભૂમિકા પર પણ અનેક સવાલ ઊભા કર્યા છે.

note


બુધવારે આપેલ, આ રિપોર્ટ મુજબ રિઝર્વ બેંકે 13 જાન્યુઆરી સુધી 9.1 લાખ કરોડ રૂપિયા નોટ છાપવામાં આવી છે. જ્યારે બીજી તરફ આ સંપૂર્ણ સમય સુધી લોકો દ્વારા આ કિંમત વધારાના 600 અરબ રૂપિયા નીકાળવામાં આવ્યા છે. જાણકારોનું માનીએ તો સામાન્ય રીતે આવું નથી થતું. આ રિપોર્ટ મુજબ લોકોની પાસે વધારે પૈસા છે. સામાન્ય રીતે કાંતો લોકો જોડે આનાથી ઓછા રૂપિયા હોવા જોઇએ અથવા તો તેના જેટલા જ રૂપિયા હોવા જોઇએ. ત્યારે આ વધારાના 60 હજાર કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા અને તેનો શું હિસાબ તે જાણવું જરૂરી બની જાય છે. બની શકે ભારતીય રિર્ઝવ બેંક અને નાણાં મંત્રાલય વચ્ચે સમન્વયનો કોઇ અભાવ હોઇ શકે.

તમને જણાવી દઉં કે મોદી સરકાર નોટબંધી બાદ પહેલા જ લોકોની આલોચના વેઠી રહી છે. કારણ કે નોટબંધી વખતે મોદીએ જે વાયદા પૂરા કરવાની વાત કરી હતી. તે પણ હજી સુધી પૂર્ણ નથી થઇ. અને કાળા નાણાં રોકવાની જંગ પણ જોઇએ તેટલી અસર નથી બતાવી શકી. આ વધારાના રૂપિયા અને આવનારા દિવસોમાં મોદી સરકારની મુશ્કેલીઓ વધારી શકે છે.

English summary
people withdrawn 60 thousand crore rupees more than new note released by RBI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X