For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ભારતમાં પણ વેશ્યાવૃત્તિ લીગલ બની જશે!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ઓક્ટોબર: દેશમાં વધી રહેલ શારીરિક અપરાધને રોકવા અને સેક્સ વર્કરોના પુનર્વાસના ઉદ્દેશ્યથી વેશ્યાવૃત્તિને કાયદેસર કરવા માટે ફરીથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વેશ્યાવૃત્તિને કાનૂની માન્યતા આપવા માટે આઠ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પેનલમાં આ કાયદાને માન્યતા આપવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે.

રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ લલિતા કુમારમંગલમે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટની સમિતિ વેશ્યાવૃત્તિને કાયદેસર બનાવવાના પ્રસ્તાવને રાષ્ટ્રીય લોકમતમાં 8 નવેમ્બરના રોજ રજૂ કરશે.

sc
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય 2011માં સેક્સવર્કરોના પુનર્વસનને લઇને દાખલ કરવામાં આવેલી પીઆઇએલ બાદ લીધો છે. કોર્ટે 2011માં એનસીડબ્લ્યૂને સમિતિની બેઠકમાં સામેલ થવાનો પણ નિર્દેશ આપ્યો છે. કુમારમંગલમનું કહેવું છે કે સંવિધાનના અનુચ્છેદ 21 હેઠળ સન્માન પૂર્વક જીવન યાચનની પરિસ્થિતિ પૂરી પાડવા માટે અનૈતિક આવાગમન અધિનિયમ-1956 (આઇટીપીએ)માં કેટલાંક સંભાવિત સંશોધનની ભલામણની માંગ કરી હતી.

જ્યારે મહિલા પંચના આ પ્રસ્તાવનો ઘણા અન્ય સંગઠનોએ મળીને વિરોધ કર્યો છે. સેંટર ઓફ સોશિયલ રિસર્ચની નિર્દેશક રંજના કુમારીનું કહેવું છે કે વેશ્યાવૃત્તિને કાયદેસર કરવું આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની સન્માનજનક કાર્યની પરિભાષાની વિરુદ્ધ છે, કારણ કે આઇએલઓ વેશ્યાવૃત્તિને સંકટના કારણે દેહનું વેચાણ માને છે.

તેમણે જણાવ્યું કે દેહ-વ્યાપારને અપરાધ જાહેર કરવાના બદલે અમે સેક્સ વર્કરોને શોષણ કરનારા લોકોના હાથમાં ના સોંપી શકીએ. સેક્સવર્કરોની સાથે દુર્વ્યવહાર કરનારા લોકો તેમને બજારમાં ખરીદવા અને વેચવાનું શરૂ કરી દેશે.

English summary
Prostitution could be legal in India. Because proposal to legalize prostitution will soon be placed before Supreme Court panel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X