For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo : જમ્મુ-કાશ્મીરમાં આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો, 5 જવાનો, 2 પોલીસ કર્મી શહીદ

|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 5 ડિસેમ્બર : આજે 5 ડિસેમ્બર, 2014, શુક્રવારના રોજ વહેલી સવારે જમ્મુ-કશ્મીરમાં લાઈન ઓફ કન્ટ્રોલ(એલઓસી) પાસેના આર્મી કેમ્પ (લશ્કરની છાવણી)માં આતંકવાદીઓએ ફરી હુમલો કર્યો હતો. આ હુમલા અંગે પ્રાપ્ત અહેવાલો અનુસાર ચારથી પાંચ જેટલા આતંકવાદીઓએ બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટર ખાતે આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો.

8 ડિસેમ્બર, 2014 સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા પૂર્વે થયેલા હુમલાએ ચિંતા વધારી છે.

આ હુમલાની વધુ વિગતો અને તસવીરો જોવા આગળ ક્લિક કરો...

1

1

આ હુમલો શુક્રવારે વહેલી સવારે 3 વાગે મોહરામાં આવેલી 31 ફિલ્ડ રેજિમેન્ટની છાવણી પર કરવામાં આવ્યો હતો. આ મુઠભેડમાં 4થી 5 આતંકવાદીઓ પૈકી બે આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે

3

3

આતંકવાદીઓએ ફાયરિંગ સાથે ગ્રેનેડ પણ ફેંક્યા હતા. આ હુમલામાં લશ્કરના 5 જવાનો અને 2 પોલીસ જવાન શહીદ થયા હોવાના અહેવાલ છે. કશ્મીર પોલીસના એસએચઓ પણ આ હુમલામાં ઘાયલ થયા હતા.

3

3

આ હુમલામાં સુરક્ષા અધિકારી પણ ઘવાયા હતા. જો કે, ભારતીય સૈનિકોએ ત્રણ આતંકીઓને પણ ઠાર માર્યા હતા. હજી પણ આતંકીઓ સામે સૈનિકો લડત આપી રહ્યા છે.

4

4

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ બાદ એટલે કે 8 ડિસેમ્બર, 2014 સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિધાનસભા ચૂંટણીઓના ત્રીજા તબક્કા માટેના ચૂંટણી પ્રચાર માટે શ્રીનગરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેના પહેલા કરવામાં આવ્યો છે.

5

5

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા આતંકવાદીઓએ એક ગામ પર પણ હુમલો કર્યો હતો, જેમાં સ્થાનિકો સહિત જવાનો અને સુરક્ષા અધિકારીઓ પણ મૃત્યુ પામ્યા હતા.

English summary
Photo : Terrorists attack Army camp in J&K; 5 jawans, 2 cops killed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X