For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિવો સાથે આજે ચા પર ચર્ચા કરશે વડાપ્રધાન મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેન્દ્ર સરકારના બધા સચિવોને મુલાકાત માટે બોલાવ્યા છે. સચિવો સાથે મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી કરવામાં આવેલા કામોની જાણકારી લેશે અને આગના પગલાં વિશે ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટોચના અમલદારોને ચા પર બોલાવ્યા છે. જે દરમિયાન કામ બાબતે ચર્ચા થવાની સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં વડાપ્રધાન બન્યા પછી નવ દિવસ બાદ જ નરેન્દ્ર મોદીએ ચાર જૂનના રોજ ભારત સરકરના વિભિન્ન મંત્રાલયો તથા વિભાગોના સચિવો તથા વરિષ્ઠ અધિકારીઓ પાસે અઢી કલાક સુધી મેરોથોન મુલાકાત કરી હતી. તે બેઠકમાં નરેન્દ્ર મોદીએ અમલદારોને કહ્યું હતું કે તે આવા 'જૂના' નિયમો તથા પ્રક્રિયાઓને છોડે જેનાથી વહિવટીતંત્ર પ્રભાવિત થાય છે.

narendra-modi-foto

દેશના સારા ભવિષ્યના નિર્માણ માટે અમલદારો જ પ્રતિબદ્ધતા તથા દક્ષતામાં પૂરો વિશ્વાસ વ્યક્ત કરતાં નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે તે વહિવટી નિયમો તથા પ્રક્રિયાઓને સરળ બનાવે જેથી તે જનહિતેષુ બની શકે. ત્યારબાદથી સરકારે એવા 1000થી વધુ નિયમો-કાયદાઓની ઓળખ કરી છે જે રદ કરવાની પ્રક્રિયા છે.

નરેન્દ્ર મોદીએ અધિકારીઓને નિર્ણય કરવા માટે પ્રોત્સાહિત કરતાં વિશ્વાસ અપાવ્યો હતો કે તે તેમની સાથે ઉભા રહેશે. બધા અધિકારીઓ માટે ઉપલબ્ધ હોવાની વાત કરતાં નરેન્દ્ર મોદીએ તેમને પોતાની 'ભલામણો તથા વિચારો'ને તેમની સાથે શેર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

English summary
Five months into office, Prime Minister Narendra Modi has called all the Secretaries of the central government today for an interaction during which he is likely to enquire about the work done so far and the next steps.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X