For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનું 'મિશન કાશ્મીર': કચ્છનો વિકાસ થઇ શકે તો કાશ્મીરનો કેમ નહી?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 નવેમ્બર: જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કહ્યું, કચ્છનો વિકાસ ઝડપથી થયો છે શું કાશ્મીરનો વિકાસ ઝડપથી થઇ ન શકે? કચ્છમાં પણ મુસલમાનોની મોટી વસ્તી છે. કચ્છનો વિકાસ થઇ શકે છે તો કાશ્મીરનો કેમ નહી? આ સાથે જ વડાપ્રધાને કહ્યું કે કાશ્મીરનો એવો વિકાસ કરીશ, દુનિયાના લોકો આ નજારાના જોવા આવશે.

modi-campaningin-ranchi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે શું બે પરિવાર જ કાશ્મીર પર રાજ કરશે? પ્રદેશમાં પાંચ વર્ષ સુધી લૂંટનો કોન્ટ્રાક્ટ ચાલ્યો. સત્તા માટે બંને પરિવારો વચ્ચે મિલિભગત છે. તેમણે કહ્યું કે વારંવાર કાશ્મીરની ધરતી પર આવું છું જેથી જમ્મૂ-કાશ્મીરનો વિકાસ થઇ શકે. હું અહીં હંમેશા વિકાસ માટે આવ્યો છું. પીએમ બન્યા પછી દર મહિને કાશ્મીર આવ્યો. કાશ્મીરમાં હંમેશા વિકાસની યોજનાઓ લઇને આવ્યો છું. અહીં સંકટ આવ્યું તો હું તાત્કાલિક આવ્યો.

તમારું દુખ દર્દ મારું દુખ દર્દ છે. પૂર આવતાં માંગ્યા વિના 1000 કરોડ રૂપિયા આપ્યા. પૈસાની કોઇ ખોટી નથી. હું કાશ્મીરના બાળકની ભાવના સમજું છું. જમ્મૂ-કાશ્મીરનો વિકાસ ઝડપ થવો જરૂરી છે. નવયુવાનોને રોજગારી મળવી જોઇએ. અહીંના લોકો ખૂબ જ ઇમાનદાર છે. તમારા આંસૂ લૂંછવા માટે આવ્યો છું, લોકોને વિજળી જોઇએ, પાણી જોઇએ, રોજગાર જોઇએ.

વડાપ્રધાને કહ્યું, જમ્મૂ-કાશ્મીર આખા દેશનું અંધારું દૂર કરશે. અહીં 20 હજાર મેગાવોટ વિજળી પેદા થવાની સંભાવના છે. તેમણે કહ્યું, જમ્મૂ-કાશ્મીરમાં ફરીથી ફિલ્મોનું શુટિંગ શરૂ કરાવીશ. રોજગારની તક ઉભી કરીશ. ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયાની શરૂઆત કાશ્મીરથી થશે. અમારો નારો છે સબકા સાથ, સબકા વિકાસ. હવે તમારે પસ્તાવાનો વાતો નહી આવે, તમે પ્રદેશમાં ભાજપની સરકાર બનાવીશું.

English summary
PM modi addresses an election rally in jammu and kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X