For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ કહ્યું સેના બોલતી નથી, પરાક્રમ કરે છે

|
Google Oneindia Gujarati News

ભારતીય સેના અને પાક અધિકૃત કાશ્મીરમાં કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં "શૌર્ય સ્મારક"નું ઉદ્ધાટન કર્યું હતું. ત્યારે ભૂતપૂર્વ સૈનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે સેના બોલતી નથી પણ પરાક્રમ કરે છે. મોદીએ તેમના ભાષણની શરૂઆત શહીદ અમર રહોના નારાથી કરી હતી. ત્યારે મોદીના ભાષણના મુખ્યબિંદુઓ જાણો અહીં....

modi

સેના પરાક્રમ કરે છે.
સર્જિકલ સ્ટ્રાઇક પર પીએમ મોદીએ કહ્યું કે સેના બોલતી નથી પરાક્રમ કરે છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો કહેતા હતા કે મોદી કંઇ બોલી નથી રહ્યા, રક્ષામંત્રી કંઇ બોલી નથી રહ્યા પણ અમે બોલતા નથી અમે પરાક્રમ કરીએ છીએ.


સૈનિકો માનવતાનું ઉદાહરણ છે!

મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે આ ઐતિહાસિક અવસર પર હું તમારી વચ્ચે છું. મને દેશના વીર જવાનોને નમન કરવાની તક મળી છે. મોદીએ કહ્યું કે ભારતના સૈનિકો માનવતાનું ઉદાહરણ છે.

Pm modi

બધુ ભૂલીને કરી છે મદદ!
શ્રીનગરમાં આવેલી પૂર અંગે બોલતા મોદીએ કહ્યું કે અમારી સેનાએ પૂર વખતે તે ના વિચાર્યું કે આ એ જ લોકો છે જેમણે કદીક અમને પથ્થર માર્યા છે. અને અમારા માથા ફોડ્યા છે. મોદીએ કહ્યું કે સૈનિકોએ તેમની ઇજા ભૂલી કાશ્મીરમાં લોકોની મદદ કરી છે.

modi

પીસ કિંપિંગ ફોર્સ
મોદીએ કહ્યું કે વિશ્વમાં પીસ કિંપિંગ ફોર્સમાં જો કોઇ દેશ સૌથી વધુ યોગદાન આપ્યું હોય તો ભારત દેશ છે. વધુમાં તેમણે કહ્યું કે ભારતીય સેના અનુશાસન, આચાર અને માનવતાનું અદ્ઘભૂત ઉદાહરણ છે.

ઇતિહાસ સાક્ષી છે!
મોદીએ કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે આપણે કદી કોઇની જમીનનો એક ઇંચ હિસ્સા લેવા માટે પણ ઝગડો નથી કર્યો. તેમણે કહ્યું કે એમ જ આ ધરતી પર ગાંધી અને બુદ્ધ જેવા લોકોનો જન્મ નથી થયો.

modi

તીર્થ ક્ષેત્ર
મોદીએ કહ્યું કે શોર્ય સ્મારક આપણા માટે એક તીર્થ સ્થળ છે. જે આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. વધુમાં તેમણે આ માટે મધ્યપ્રદેશ સરકારનો આભાર પણ માન્યો.


વન રેન્ક વન પેન્શન

મોદીએ આ પ્રકરણે કહ્યું કે વન રેન્ક વન પેન્શનની અન્ય પાર્ટીઓ ખાલી વાતો કરતી હતી. અમે કરીને બતાવ્યું અને અમારો વાયદો પૂર્ણ કર્યો. તેમણે કહ્યું કે વન રેન્ક વન પેન્શન હેઠળ 5 હજાર કરોડ રૂપિયાની કિંમત આપવામાં આવી છે. અને તેને 4 ભાગોમાં વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

mpdi

મોદીએ સંભળાવી કવિતા
વધુમાં પીએમ મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇની જેમ, તેમના ભાષણમાં એક કવિતા પણ સંભળાવી. મોદીએ માખન લાલ ચતુર્વેદીની કવિતા "મુઝે તોડ લેના વનમાલી" પણ સંભળાવી. વધુમાં શોર્ય સ્મારક મામલે તેમણે કહ્યું કે આવનારી પેઢીઓ માટે આ શૌર્ય સ્મારક ઓપન યુનિવર્સિટી સમાન છે.

English summary
pm modi addresses inauguration war memorial shaurya samarak bhopal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X