For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન મોદીએ લોકસભામાં વિરોધી દળોની કાઢી ધૂળ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ કર્યું. જેમાં તેમણે વિરોધી દળો પર જોરદાર જાટકણી કાઢી. બજેટ સત્ર દરમિયાન વિરોધી દળોએ મોદી સરકારને જમીન સંપાદન ખરડાના મુદ્દે ઘેરવાની કોશીશ કરી હતી, અને તેમના પર ઘણા પ્રહારો કર્યા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આપેલા પોતાના ભાષણમાં તમામ વિરોધી દળોની ધૂળ કાઢી દીધી હતી, અને તમામ વિરોધી દળોને જાણે સાપ કરડી ગયો હોય તેમ તેઓ ચુપચાપ બેસી રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બજેટ સત્ર દરમિયાન તમામ પાર્ટીઓના સૂચનોનું સ્વાગત કરતા જણાવ્યું કે લોકોની અપેક્ષાઓનું મહત્વ છે. વડાપ્રધાને સૌને વિશ્વાસ અપાવ્યો કે લોકોની સમસ્યાઓનું સમાધાન આ જ સરકારના કાર્યકાળમાં થશે.

વડાપ્રધાને કોંગ્રેસના એ નિવેદન પર પણ તીક્ષ્ણ હુમલા કર્યા જેમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે મોદી સરકાર એ જ યોજનાઓને નવું નામ આપે છે જે યુપીએ સરકાર દરમિયાન ચાલુ થઇ હતી. વડાપ્રધાને જણાવ્યું કે સમસ્યાઓ વિરાસતમાં મળી છે, તેમણે જણાવ્યું કે લોકોને એ વાત પર ગર્વ હોવું જોઇએ કે સરકાર કોઇ પાર્ટીની યોજનાને બંધ કરવાનું કામ નથી કરી રહી.

મનરેગાને વાજતે-ગાજતે ચલાવીશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાનો સાધતા જણાવ્યું કે મનરેગા જેવા કાર્યક્રમ કોંગ્રેસની નિષ્ફળતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેમણે જણાવ્યું કે જો આઝાદીના 60 વર્ષ બાદ પણ લોકોને ખાડા ખોદવાની જરૂર પડે તો તે કોંગ્રેસ માટે શરમજનક બાબત છે. તેમણે જણાવ્યું હું આ યોજનાને ક્યારેય બંધ નહીં કરુ, સાથે જ આ અભિયાન ગાજતે-વાજતે શરૂ રાખીશ.

તમને મારી રાજનૈતિક સૂજબૂજ પર કોઇ શંકા નહીં હોય
મોદીએ જણાવ્યું કે આપને કદાચ મારા અન્ય કાર્યો પર શંકા હશે, પરંતુ આપ એટલું તો માનતા હશો કે હું રાજનીતિમાં કારકૂશળ છું, એ માટે પણ હું મનરેગા કાર્યક્રમને ક્યારેય બંધ નહીં કરું. કેમ કે એ કોંગ્રેસની નિષ્ફળતાનું જીવતુ-જાગતું ઉદાહરણ છે.

કોલસા બ્લોક ફાળવણીમાં સીએજીના અનુમાનથી પણ વધારે રૂપિયા આવશે
વડાપ્રધાને કોલસા બ્લોક ફાળવણી પર પણ કોંગ્રેસ પર પણ નિશાનો સાધ્યો. તેમણે જણાવ્યું કે અત્યારે માત્ર 18 કોલસા ખાણોની ફાળવણીની હરાજીના માધ્યમથી થઇ છે જેમાં 1 લાખ કરોડ રૂપયા એકત્રીત કરવામાં આવ્યા છે. જોકે સીએજીના અનુમાન કરતા પણ વધારે છે. તેમણે જણાવ્યું કે જ્યારે તમામ કોલસા ખાણોની હરાજી થઇ જશે તો સીએજીના અનુમાન કરતા પણ વધારે રૂપિયા એકઠા થશે.

1857માં કોંગ્રેસ ક્યાં હતી?
વડાપ્રધાને કોંગ્રેસના એ નિવેદન પણ પ્રહાર કર્યો જેમાં તેઓ કહેતા આવ્યા છે કે ભારતની આઝાદીની લડાઇમાં ભાજપ નહીં કોંગ્રેસ હતી. મોદીએ જણાવ્યું કે આ વિષય પર અટલજી ઘણી સારી વાત કહ્યા કરતા હતા કે એ કહો કે આપ 1857ની લડાઇ દરમિયાન ક્યા હતા.

સ્વચ્છતાની જવાબદારી આ સરકારની છે
વડાપ્રધાને જણાવ્યું કે દેશમાં સ્વચ્છતા એક મોટી સમસ્યા છે. તેમણે જણાવ્યું કે દેશની મહિલાઓને આજે પણ ખુલ્લામાં શૌચ માટે જવું પડે છે. આજે પણ ભારતની મહિલાઓએ રાત પડવાની રાહ જોવી પડે છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થિનીઓ શાળાએ જવાનું એટલા માટે બંધ કરી દે છે કારણ કે તેમની શાળામાં સંડાસ-બાથરુમની વ્યવસ્થા નથી હોતી.

મુલાયમ પર હસવું કે રોવું એ સમજાતુ નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાયમ સિંહ પર નિશાનો સાધતા જણાવ્યું કે મુલાયમ સિંહે હાલમાં જ જણાવ્યું હતું કે વડાપ્રધાન વારાણસીના અસ્સી ઘાટની સફાઇ કરી રહ્યા છે પરંતુ 3 મહિનાથી તે હજી સુધી સાફ જ નથી થઇ શક્યું. તેમણે જણાવ્યું કે મુલાયમ સિંહના આ નિવેદન પર મને એ નથી સમજાતું કે હું હસુ કે રોવું? કેમ કે મને એ ના સમજાયું કે તેઓ રાજ્ય સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરી રહ્યા હતા કે કેન્દ્ર સરકારનું? જો ત્રણ મહિના સુધી પણ સફાઇ પૂરી નથી થઇ તો એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે તેમાં કેટલી ગંદકી હશે.

જમીન સંપાદન બીલમાં સુધારો કરવા તૈયાર
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ જમીન સંપાદન બીલમાં સુધારા અંગે વિરોધી દળોને જણાવ્યું કે તેઓ ખેડૂતોના હિતમાં જે પણ સુધારા કરાવવા ઇચ્છતા હોય તે અમને જણાવે અમે કરવા માટે તૈયાર છીએ, અને અમે આ કાયદાનો યશ પણ કોંગ્રેસને જ આપવા માટે તૈયાર છીએ.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ કર્યું. જેમાં તેમણે વિરોધી દળો પર જોરદાર જાટકણી કાઢી. બજેટ સત્ર દરમિયાન વિરોધી દળોએ મોદી સરકારને જમીન સંપાદન ખરડાના મુદ્દે ઘેરવાની કોશીશ કરી હતી, અને તેમના પર ઘણા પ્રહારો કર્યા

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આપેલા પોતાના ભાષણમાં તમામ વિરોધી દળોની ધૂળ કાઢી દીધી હતી, અને તમામ વિરોધી દળોને જાણે સાપ કરડી ગયો હોય તેમ તેઓ ચુપચાપ બેસી રહ્યા હતા

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બજેટ સત્ર દરમિયાન તમામ પાર્ટીઓના સૂચનોનું સ્વાગત કરતા જણાવ્યું કે લોકોની અપેક્ષાઓનું મહત્વ છે. વડાપ્રધાને સૌને વિશ્વાસ અપાવ્યો કે લોકોની સમસ્યાઓનું સમાધાન આ જ સરકારના કાર્યકાળમાં થશે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાનો સાધતા જણાવ્યું કે મનરેગા જેવા કાર્યક્રમ કોંગ્રેસની નિષ્ફળતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેમણે જણાવ્યું કે જો આઝાદીના 60 વર્ષ બાદ પણ લોકોને ખાડા ખોદવાની જરૂર પડે તો તે કોંગ્રેસ માટે શરમજનક બાબત છે.

English summary
Pm Modi addresses in Loksabha stretches on major issues of the country, Pm says country needs to solve all the major issues of the nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X