For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વારાણસીમાં જ્યારે પોતાનું ટિફિન લઇને પહોંચ્યા મોદી..

વારાણસીમાં બૂથ કાર્યકર્તાઓની મીટિંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું ટિફિન લઇને પહોંચ્યા હતા અને પાર્ટીના નેતાઓ સાથે તેમણે કાર્યક્રમ સ્થળે જ ભોજન લીધું હતું.

By Shachi
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોટબંધીના નિર્ણય બાદ ગઇ કાલે પહેલી વાર વારાણસીની મુલાકાતે ગયા હતા અને આ દરમિયાન તેમણે પાર્ટીના બૂથ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે એક રસપ્રદ ઘટના એ બની કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એક સાધારણ કાર્યકર્તાની માફક પોતાનું ટિફિન સાથે લઇને આવ્યા હતા, તેમણે કાર્યક્રમના સ્થળે જ અન્ય નેતાઓ સાથે ભોજન લીધું હતું.

અહીં વાંચો - રાહુલ ગાંધી: PM મોદીની નોટબંધી છે, આર્થિક લૂંટ

narendra modi

વારાણસીમાં લગભગ 20 હજારથી વધુ બૂથ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કર્યા બાદ વડાપ્રધાને જાતે પોતાનું ટિફિન ખોલ્યું અને ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રસાદ મૌર્યા સાથે ભોજન લીધું. એ પ્રસંગની ઉપરોક્ત તસવીર સોશિયલ મીડિયા પર મુકવામાં આવી છે, જે ખૂબ વાયરલ પણ થઇ છે.

અહીં નરેન્દ્ર મોદીએ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમ માટે તમામ કાર્યકર્તાઓને પોતાનું ખાવાનું જાતે લાવવાની સૂચના આપવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ પોતાને પણ પાર્ટીના એક કાર્યકર્તા જ જણાવી, તેઓ પોતાનું ભોજન સાથે લઇને આવ્યા હતા.

અહીં વાંચો - હાર્દિક પટેલ થયો મુક્ત પણ, અરવિંદ કેજરીવાલ છે નાખુશ

ઉત્તરપ્રદેશની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ ખૂબ મહત્વનો કહી શકાય. 16 કેમેરા દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમ રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેની સીડી પ્રદેશના તમામ સાંસદો, વિધાયકો અને પાર્ટીના કાર્યકર્તાઓને મોકલવામાં આવશે. આ આખી પ્રક્રિયાને આગામી ચૂંટણી માટેની રણનીતિ ગણવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી ખાતેની આ 11મી યાત્રા હતી અને આ યાત્રા દરમિયાન તેમણે અનેક યોજનાઓનું ઉદઘાટન પણ કર્યું હતું.

English summary
PM Modi came with his own tiffin in Varanasi. He shares his meal with other party leader while interacting with booth workers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X