For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમ વાયરલ થઇ રહી છે આ IAS ઓફિસરની તસવીર?

આજના 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, 17-18 ફેબ્રુઆરીના રોજ હૈદ્રાબાદમાં ટોયલેટ પિટ એંપટિંગ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું.

By Shachi
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના રવિવારના 'મન કી બાત' કાર્યક્રમના તુરંત બાદ એક આઇએએસ અધિકારીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ એ જ અધિકારી છે, જેનો નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમમાં સ્વચ્છતાના મુદ્દે ઉલ્લેખ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં ટ્વિટ પિટ ટોયલેટનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કઇ રીતે એક આઇએએસ અધિકારીએ તેને પ્રમોટ કરવા જાતે જ ગટરમાં ઉતરવાની પહેલ કરી.

ias officer

આ એ જ આઇએએસ અધિકારી ની તસવીર છે. તેમનું નામ પરમ ઐયર છે. આ તસવીરમાં ઐયર એક ટ્વિટ પિટ ટોયલેટની સફાઇ કરતાં નજરે પડી રહ્યાં છે. આ તસવીર ઓફિસરે જાતે 18 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કરી હતી અને જણાવ્યું હતું કે તેમણે કઇ રીતે ગંગાદેવીપલ્લી ગામમાં લોકોને જણાવ્યું કે ટ્વિટ પિટ ટોયલેટની સફાઇ કરવી સુરક્ષિત અને સ્વચ્છ કામ છે.

અહીં જુઓઃ 'અખિલેશ પસંદ હે' ગીત પર યુપી પોલીસનો ડાન્સ, વીડિયો વાયરલઅહીં જુઓઃ 'અખિલેશ પસંદ હે' ગીત પર યુપી પોલીસનો ડાન્સ, વીડિયો વાયરલ

શું કહ્યું હતું પીએમ મોદીએ?

આજના 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, 17-18 ફેબ્રુઆરીના રોજ હૈદ્રાબાદમાં ટોયલેટ પિટ એંપટિંગ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું. મોદીએ કહ્યું કે, આ પ્રયાસનું પરિણામ એ આવ્યું કે, દેશના મીડિયાએ આ પ્રસંગનો ખૂબ પ્રચાર કર્યો અને તેને મહત્વ પણ આપ્યું.

English summary
Mann Ki Baat: PM Modi hails IAS officer Param Iyer for setting a great example by emptying a public toilet pit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X