For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમીન સંપાદન ખરડા પર 'અટલ ચાલ' ચલશે મોદી!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: જમીન સંપાદન બિલ ભાજપ માટે ગળાની ફાંસ સમાન બની ચૂક્યો છે, જ્યાં અણ્ણા હઝારે અને આમ આદમી પાર્ટી તેના વિરુદ્ધ મોર્ચો ખોલીને બેઠું છે, જ્યારે બીજી તરફ વિપક્ષ પણ આ મુદ્દા પર બબાલ કરવા માટે તૈયાર છે. એટલા માટે બની શકે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે એ ચાલ ચલશે જે તેમના ગુરુ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ ચલી હતી.

modi
આપને જણાવી દઇએ કે ભારત રત્ન અટલ બિહારી વાજપેઇની સરકારે ઇસ 2002માં આતંકવાદ નિરોધક કાયદા(પોટા)ને સંસદથી પાસ કરાવવા માટે બંને ગૃહોની સંયુક્ત બેઠક કરાવી હતી, પોટાની જેમ જમીન સંપાદન બિલ અધ્યાદેશની જેમ લાવવામાં આવ્યો છે. પોટા કાનૂન પણ રાજ્યસભામાં પાસ ન્હોતું થઇ શક્યું, જેને પાસ કરાવવા માટે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇની બેઠક કરી હતી અેન બાદમાં બિલ પાસ થઇ ગયું હતું.

પોટાની જેમ જમીન સંપાદન બિલ પાસ કરાવવામાં આવશે?
બની શકે છે કે મોદી પણ આવું જ કઇ કરે. આપને જણાવી દઇએ કે કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે સરકાર દરેક હાલમાં જમીન સંપાદન બિલમાં સંશોધન કરશે, ભલે વિપક્ષ સહયોગ કરે કે ના કરે. જેટલીએ જમીન કાયદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું, 'કેટલાંક ફેરફાર જરૂરી બની શકે છે. અમે પહેલા સર્વસંમતિ બનાવવાની કોશીશ કરીશું. અને જો એવું ના થઇ શક્યું તો પણ અમે આ અંગે નિર્ણય લઇશું.'

English summary
PM Narendra Modi May Have to do With Land Law What Atal Bihari Vajpayee did With POTA Law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X