For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામા બાદ ફેસબુક પર મોદી બન્યા વિશ્વના બીજા સૌથી લોકપ્રિય નેતા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 નવેમ્બર: બધાને ખબર છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ખૂબ જ એક્ટિવ રહે છે એટલા માટે યુવાનો દ્વારા તેમને ખૂબ પસંદ કરવામાં આવે છે. એટલા માટે જ કદાચ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોવર્સમાં ચોતરફ વધારો થયો છે જેના લીધે મોદી દુનિયાના બીજા સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે.

નરેન્દ્ર મોદીના ફોલોવર્સ ફેસબુક પર ગત પાંચ મહિનામાં 70 લાખથી વધુ અને ટ્વિટર પર 80 લાખથી વધુ ફોલોવર્સ થઇ ગયા છે. જેના લીધે ફેસબુક પર નરેન્દ્ર મોદીના ફોલોવર્સની સંખ્યા 2.5 કરોડથી વધુ થઇ ગઇ છે. હવે નરેન્દ્ર મોદીથી આગળ ફક્ત અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે જેમના ફોલોવર્સની સંખ્યા ફેસબુક પર 2.5 કરોડથી વધુ છે જ્યારે ટ્વિટર પર પ્રશંસકોના મુદ્દે નરેન્દ્ર મોદી ત્રીજા સ્થાન પર છે, અહીં તેમનાથી આગળ ઓબામા અને પોપ ફ્રાંસિસ છે.

modi-obama

નરેન્દ્ર મોદી ફેસબુક અને ટ્વિટર પર પોતાના સાથે જોડાયેલી લગભગ દરેક વાત શેર કરે છે. નરેન્દ્ર મોદીએ હંમેશા પોતાના ભાષણમાં કહ્યું કે જો સમયની સાથે ચાલવું છે તો તમારે ટેક્નોલોજીની મદદ લેવી પડશે. નરેન્દ્ર મોદી જ દેશના પ્રથમ વડાપ્રધાન છે જે ખુલીને ફેસબુક અને ટ્વિટર પર પોતાની વાતો રજૂ કરે છે અને આ વાતો જ પીએમ બનવામાં મદદગાર સાબિત થઇ છે.

આ વાતની જાણકારી ટ્વિટરે આપી છે અને સાથે જ કહ્યું છે કે નરેન્દ્ર મોદી એકલા એવા વડાપ્રધાન છે કે પોતાની ટૂર પર ટ્વિટર મિરર સાથે લઇને જાય છે અને નરેન્દ્ર મોદીએ જ પોતાના ઓસ્ટ્રેલિયા ટૂર ઓસ્ટ્રેલિયાઇ વડાપ્રધાન ટોની એબટની સાથે ટૂલનો ઉપયોગ કરતાં ટ્વિટ કર્યું હતું કે જો કે સમયની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવાની તેમની વાતનું સીધી રીતે સમર્થન કરું છું.

English summary
PM Narendra Modi (narendramodi) on Wednesday crossed the 8 million followers mark on Twitter. He continued his presence on social media platforms as he became the first Prime Minister across the world to take a Twitter Mirror on tour with him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X