For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11ના આરોપી આતંકી લખવીના જામીન પર ગરજ્યા મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ડિસેમ્બર: મુંબઇમાં આતંકવાદી હુમલાને આજે પણ લોકો નથી ભૂલાવી શક્યા. જ્યારે પાકિસ્તાનના પેશાવરમાં બાળકોના નરસંહારના બરોબર એક દિવસ બાદ 26/11 હુમલાના મુખ્ય આરોપી લખવીને જામીન આપવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં તેની કડક શબ્દોમાં નિંદા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે લખવીને જામીન મળ્યાને તુરંત બાદ ભારતે પાકિસ્તાન સાથે આ મુદ્દા પર વાત કરી. સાથે જ લખવીને જામીન મળવા પર ભારતે તેના પર કડક વલણ દાખવતા જણાવ્યું કે લખવીને જામીન મળવા એક દ્રાસકા સમાન છે. વડાપ્રધાને જણાવ્યું કે પાકિસ્તાનના પેશાવરમાં બાળકોનો જે નરસંહાર થયો છે તેનાથી જેટલી પીડા પાકિસ્તાનને છે તેની એટલી જ પીડા ભારતને પણ છે.

modi
વડાપ્રધાને જણાવ્યું કે લખવીને જામીન આપવાથી માનવતાને યોગ્ય સંદેશ નથી ગયો. તેમણે જણાવ્યું કે પેશાવરની ઘટના બાદ ભારતના દરેક બાળક અને બારતીયની આંખમાં પાણી છે. વડાપ્રધાને જણાવ્યું કે સોમવારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ આ મામલામાં વિસ્તારથી ગૃહમાં સરકારનો પક્ષ રાખશે.

જ્યારે સુષમા સ્વરાજે જણાવ્યું કે લખવીને જામીન આપીને પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાનની લડાઇની પ્રતિબદ્ધતાની મજાક ઊડાવી છે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે લખવી જેને યૂએસએએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો છે તેને જામીન આપી દીધા તે હાસ્યાસ્પદ છે. તેમણે જણાવ્યું કે ભારતે પાકિસ્તાનથી લખવીના જામીન તાત્કાલિક રદ્દ કરવાની માંગ કરી છે. સુષમાએ જણાવ્યું કે તેઓ પાકિસ્તાનના અધિકારીઓની પ્રતિક્રિયા પર નજર રાખીને બેઠા છે.

English summary
PM Modi speaks in loksabha on the bail of 26/11 accused terrorist lakhvi, pm says india has responded strongly to pak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X