For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળનો નમો પ્રેમ: મોદીનો પ્રવાસ રદ થતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રાના કાર્યક્રમમાં ફેરફારનાથી નારાજ તેમના પ્રશંસકો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા છે. રવિવારે જનકપુર અને બીરગંજમાં નેપાળ સરકાર વિરૂદ્ધ જોરદાર નારેબાજી થઇ. વડપ્રધાન નરેન્દ્ર મોદી 18મા સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે અગામી અઠવાડિયે નેપાળ જવાના છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને રવિવારે ટ્વિટ કરી વડાપ્રધાનના બદલાયેલા કાર્યક્રમની જાણકારી આપી.

તેમણે લખ્યું કે ઘરેલૂ કાર્યક્રમના લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનકપુરી, લુમ્બિની અને મુક્તિનાથ જશે નહી. આ નિવેદન આવતાંની સાથે જ નેપાળના કેટલાક વિસ્તારોમાં વિરોધા પ્રદર્શન શરૂ થવા લાગ્યા છે.

modi-nepal

આ પહેલાં નેપાળી વિદેશ મંત્રાલયના પ્રવક્તા ખગનાથ અધિકારીએ કહ્યું હતું કે પીએમ મોદી કદાચ 25 નવેમ્બરના રોજ રોડ માર્ગે જનકપુર પહોંચશે અને પછી કાઠમાંડૂની ઉડાન ભરશે, જ્યાં તે સાર્ક દેશોની શિખર વાર્તામાં લાગ લેશે. પહેલાં કહેવામાં આવી રહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળ યાત્રા દરમિયાન સાર્ક સંમેલનમાં ભાગ લેવા ઉપરાંત મુક્તિનાથ, લુંબિની અને જનકપુરનો પણ પ્રવાસ કરશે.

હવે વિદેશ મંત્રાલયનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જનકપુર, મુક્તિનાથ અને લુંબિની જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ઘરેલુ કાર્યક્રમોના લીધે આમ થઇ શકશે નહી.

વિશ્લેષકોનું કહેવું છે કે જે પ્રકાઅરે આ પ્રવાસનું આયોજન કરવા પર ચર્ચા થઇ અને પછી તેને રદ કરવામાં આવ્યો, તેનાથી નેપાળને શર્મિંદગી થઇ છે. નેપાળામાં પ્રશ્ન પૂછવામાં આવી રહ્યાં છે કે નેપાળ કેમ એવા દેશના વડાપ્રધાનની યાત્રાને યોગ્ય રીતે હેંડલ કરી ન શકી, જે નેપાળ માટે મહત્વપૂર્ણ છે. કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી તેમની જનસભાને લઇને કેટલાક સ્થાનિક પક્ષોના વિરોધને લઇને પણ નારાજ હતા.

નેપાળમાં કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે કે જ્યારે નરેન્દ્ર મોદી સાર્ક બેઠક માટે કાઠમાંડૂ આવી રહ્યાં છે કે તો જનકપુર જઇને સામાન્ય લોકોને કેમ સંબોધિત કરશે. સાથે જ નેપાળ સરકારમાં નરેન્દ્ર મોદીને સુરક્ષાને લઇને પણ ચિંતા હતી કારણ કે આ દરમિયાન મોટાભાગના સુરક્ષાકર્મી કાઠમાંડૂમાં ગોઠવાયેલા રહેશે. નરેન્દ્ર મોદી ઓગષ્ટમાં નેપાળ આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોમાં તેમની જનકપુર યાત્રાને લઇને ખૂબ ઉત્સાહ હતો. નેપાળના એક સરકારી અધિકારીનું માનીએ તો તેમની ઓગષ્ટ યાત્રાએ ભારત-નેપાળ સંબંધોને નવી આપી હતી.

English summary
Protests broke out in Janakpur and other places in Nepal on Sunday after Prime Minister Narendra Modi cancelled his scheduled visit to these towns and decided to restrict his tour only to the SAARC Summit to be held in Kathmandu from November 26-27.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X