For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ષ 2016 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધા આ 10 મોટા નિર્ણયો

વર્ષ 2016 ભલે આપણને અલવિદા કહેવા આગળ વધી રહ્યુ હોય પરંતુ આ વર્ષે કેન્દ્રની મોદી સરકારે ઘણા એવા નિર્ણયો લીધા જેના પડઘા નવા વર્ષમાં પણ સંભળાશે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

વર્ષ 2016 આપણને અલવિદા કહેવાનું છે. આ વર્ષે કેન્દ્રની મોદી સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા. જેમાં નોટબંધીનો નિર્ણય સૌથી મહત્વનો છે. પીએમ મોદીના આ નિર્ણયની ખાસી અસર પણ જોવા મળી રહી છે. વર્ષ પૂરુ થવામાં છે પરંતુ આખા દેશમાં માત્ર નોટબંધીની જ બૂમાબૂમ છે.

અહીં વાંચો - ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા

આ વર્ષે મોદી સરકારે લીધા ઘણા મોટા નિર્ણયો

માત્ર નોટબંધી જ નહિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એક વર્ષમાં બીજા પણ ઘણા મહત્વના નિર્ણયો લીધા જેના પડઘા દેશમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં પડ્યા. એક નજર નાખીએ પીએમ મોદીના આ વર્ષે લીધેલા નિર્ણયો પર...

પીએમ મોદીએ લીધો મોટો નિર્ણય, 500-1000 ની નોટ બંધ કરવાની જાહેરાત

પીએમ મોદીએ લીધો મોટો નિર્ણય, 500-1000 ની નોટ બંધ કરવાની જાહેરાત

ભ્રષ્ટાચાર અને નકલી નોટો પર લગામ લગાવવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે મોટો નિર્ણય લઇને નોટબંધીની જાહેરાત કરી. પ્રધાનમંત્રી મોદીએ 1000 અને 500 રુપિયાની નોટોને 8 નવેમ્બરની રાતે 12 વાગે બંધ થવાની જાહેરાત કરી દીધી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં આ મોટા નિર્ણયની જાહેરાત કરતા કહ્યુ કે 500 અને 1000 રુપિયાની નોટ લીગલ ટેંડર નહિ રહે. એટલે કે 8 નવેમ્બરની અડધી રાત બાદથી 500 અને 1000 રુપિયાની નોટ માન્ય નહિ રહે. પીએમ મોદીએ કહ્યુ કે કાળા નાણા પર લગામ સાથે ભ્રષ્ટાચાર અને નકલી નોટોને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો.

મોદી સરકારમાં લેવામાં આવ્યો સર્જિકલ સ્ટ્રાઇકનો નિર્ણય

મોદી સરકારમાં લેવામાં આવ્યો સર્જિકલ સ્ટ્રાઇકનો નિર્ણય

જમ્મૂ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલાના 10 દિવસ બાદ ભારતીય સેનાએ મોટી એક્શન લીધી. ભારતીય સેનાએ એલઓસી પાર કરીને પીઓકેમાં ચાલી રહેલ આતંકી છાવણીઓને નિશાન બનાવી. 29 ડિસેમ્બરની રાતે ભારતના ડીજીએમઓ લે. જનરલ રણબીર સિંહે જાણકારી આપી. તેમણે જણાવ્યુ કે ભારતીય સેના તરફથી કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇકમાં ભારતે ઘણા આતંકીઓને મારી દીધા છે.

આ કાર્યવાહીની જાણકારી બાદ હોબાળો થઇ ગયો. સેના તરફથી જણાવવામાં આવ્યુ કે સર્જીકલ સ્ટ્રાઇકની જાણકારી પાકિસ્તાનને આપી દેવાઇ છે. સરકાર તરફથી પણ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની સાથે-સાથે વિપક્ષી પક્ષો પણ ઘટનાની જાણકારી આપવામાં આવી.

‘સ્ટાર્ટઅપ ઇંડિયા’ યોજનાની શરુઆત

‘સ્ટાર્ટઅપ ઇંડિયા’ યોજનાની શરુઆત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરી, 2016 ના દિવસે ‘સ્ટાર્ટઅપ ઇંડિયા' યોજના લોંચ કરી. પ્રધાનમંત્રીએ આના માટે આગામી 4 વર્ષમાં 10 હજાર કરોડ રુપિયાનું ફંડ બનાવવાનું એલાન કર્યુ. આમાં દર વર્ષે અઢી હજાર કરોડ રુપિયાનું ફંડ સ્ટાર્ટઅપ્સને આપવામાં આવશે.

આ યોજના હેઠળ લાઇસંસ અને પરમિટ રાજ દૂર કરવાનો ભરોસો અપાવ્યો. સાથે જ સ્ટાર્ટઅપથી થનાર ફાયદામાં ત્રણ વર્ષ સુધી કોઇ ટેક્સ નહિ લાગે.

ખેડૂતો માટે ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના’

ખેડૂતો માટે ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના’

વર્ષ 2016 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હિત માટે ખાસ યોજનાની શરુઆત કરી. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 13 જાન્યુઆરી, 2016 ના રોજ ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના' ને મંજૂરી આપી.

આમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને જરુરી વીમા યોજનાની શરુઆત કરવામાં આવી. જેમાં ખેડૂતોને વીમા કંપનીઓને ખરીફ પાક માટે 2% પ્રીમિયમ અને રવિ પાક માટે 1.5% પ્રીમિયમ ભરવુ પડશે.

ગરીબ મહિલાઓ માટે પીએમ મોદીએ શરુ કરી ઉજ્વલા યોજના

ગરીબ મહિલાઓ માટે પીએમ મોદીએ શરુ કરી ઉજ્વલા યોજના

1 મે એટલે કે મજૂર દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્વલા યોજનાની શરુઆત કરી. યુપીના બલિયામાં તેમણે એક રેલી દરમિયાન દસ મહિલાઓને એલપીજી કનેક્શન આપીને તેમણે આ યોજનાની ઘોષણા કરી.

આ યોજના હેઠળ ત્રણ વર્ષમાં ગરીબી રેખા નીચે રહેતા પાંચ કરોડ પરિવારોને મફત એલપીજી સિલિંડર આપવાની યોજના બનાવવામાં આવી છે. ઉજ્વલા યોજના દ્વારા ગરીબ પરિવારોની મહિલા સભ્યોના નામે મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે. આમાં પહેલા એક વર્ષમાં 1.5 કરોડ કનેક્શન આપવામાં આવશે.

મોદી સરકારે સુરક્ષા ક્ષેત્રમાં 100% એફડીઆઇ ને આપી મંજૂરી

મોદી સરકારે સુરક્ષા ક્ષેત્રમાં 100% એફડીઆઇ ને આપી મંજૂરી

આ વર્ષે વિદેશી રોકાણ ( એફડીઆઇ) ને લઇને કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો. સરકારે રક્ષા અને એવિએશન ક્ષેત્રમાં 100% વિદેશી રોકાણને મંજૂરી આપી.

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં સરકારે રક્ષા, સિવિલ એવિએશન સાથે બીજા ઘણા ક્ષેત્રમાં 100% વિદેશી રોકાણ લાગૂ કરવાનું એલાન કર્યુ. જેના હેઠળ વિદેશી કંપનીઓ બ્રાઉનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટસમાં ઓટોમેટિક રુટથી 100% રોકાણ કરી શકે છે. પહેલા આ સેક્ટરમાં 49% સુધીના રોકાણની અનુમતિ હતી.

ચાબહાર પોર્ટ સમજૂતી: ભારત-ઇરાન વચ્ચે દોસ્તીનો નવો અધ્યાય

ચાબહાર પોર્ટ સમજૂતી: ભારત-ઇરાન વચ્ચે દોસ્તીનો નવો અધ્યાય

ભારત અને ઇરાન વચ્ચે દોસ્તીના નવા અધ્યાય રચીને પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે ઇરાન સાથે ચાબહાર પોર્ટ પર સમજૂતી કરી. પીએમ મોદી અને ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીની હાજરીમાં ચબહાર પોર્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

ઇરાનના ચાબહાર બંદર વિકસિત કરવા માતે ભારત, અફઘાનિસ્તાન અને ઇરાન વચ્ચે ત્રીપક્ષીય સમજૂતી થ ઇ છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ કરતા ચાબહાર પોર્ટ ભારત માટે ખાસ છે. ભારત તરફથી ઉઠાવાયેલ આ પગલુ સામૂહિક રીતે પાકિસ્તાન અને ચીનને જવાબ આપવા માટે લેવામાં આવ્યુ.

રેલવે બજેટની પરંપરા ખતમ, આવશે એક બજેટ

રેલવે બજેટની પરંપરા ખતમ, આવશે એક બજેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટે 21 સપ્ટેમ્બર, 2016 ના રોજ થયેલી બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેતા 92 વર્ષથી ચાલતી બજેટની પરંપરાને ખતમ કરી દીધી. મોદી કેબિનેટે રેલ બજેટને સામાન્ય બજેટ સાથે જોડવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી.

આ નિર્ણય બાદ સ્પષ્ટ થ ઇ ગયુ કે હવે અલગથી રેલ બજેટ રજૂ કરવાની જરુરત નહિ રહે. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યુ કે આગામી વર્ષથી એક બજેટ આવશે અને એક વિનિયોજન વિધેયક હશે. તેમણે જણાવ્યુ કે આનાથી રેલવેની સ્વાયત્તા પર કોઇ અસર નહિ પડે.

પીએમ મોદીએ કરી સ્ટેંડ-અપ યોજનાની શરુઆત

પીએમ મોદીએ કરી સ્ટેંડ-અપ યોજનાની શરુઆત

પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે સ્ટેંડ અપ ઇંડિયા અભિયાનનું ઉદઘાટન કર્યુ. નોઇડામાં પીએમ મોદીએ સ્ટેંડ અપ ઇંડિયા અભિયાનના ઉદઘાટન દરમિયાન આના માટે પસંદ કરાયેલા લોકોને સ્ટેંડ અપ ઇંડિયા લોન સ્વીકૃતિપત્ર આપવામાં આવ્યુ. આ યોજના હેઠળ સ્ટેંડ અપ ઇંડિયાને સફળ બનાવવા અને તેની સાથે જોડાયેલી તમામ જાણકારી માટે વેબસાઇટ શરુ કરવામાં આવી. સ્ટેંડ અપ ઇંડિયા યોજના દ્વારા દલિત અને મહિલાઓને વેપાર માટે 10 લાખ થી માંડીને 1 કરોડ સુધીની લોન આપવાની ઘોષણા કરવામાં આવી છે.

બલૂચિસ્તાનનો ઉલ્લેખ કરી પીએમ એ આપ્યો પાકિસ્તાનને ઝટકો

બલૂચિસ્તાનનો ઉલ્લેખ કરી પીએમ એ આપ્યો પાકિસ્તાનને ઝટકો

પાકિસ્તાન અધિકૃત પીઓકે અને બલૂચિસ્તાનને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટુ નિવેદન આપ્યુ. પીએમ મોદીએ બલૂચિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં અત્યાચારો માટે પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. તેમણે બલૂચિસ્તાન અને પીઓકેમાં પાકિસ્તાનના વલણ અંગે સવાલો ઉઠાવ્યા છે.

પીએમ મોદીના આ પગલાંનું બલૂચિસ્તાન અને પીઓકેના લોકોએ સ્વાગત કર્યુ છે. અહીં રહેતા લોકોએ પીએમ મોદીને ત્યાંની પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય મોરચે ઉઠાવવાની અપીલ કરી છે.

English summary
PM narendra modi big Decision in 2016.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X