For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી અખાડામાં કૂદ્યા મોદી, ભાજપ સરકાર બનાવવા લોકોને કર્યું આહ્વાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 જાન્યુઆરી: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની ઊંધી ગણતરી શરૂ થઇ ગઇ છે. દરેક પાર્ટી દિવસ રાત એક કરીને પ્રચાર કરવામાં લાગેલો છે. એવામાં દિલ્હીના દંગલમાં પાર્ટીનું નેતૃત્વ કરવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૂદી પડ્યા છે. નરેન્દ્ર મોદીએ આજે કડકડડૂમાના સીબીડી ગ્રાઉંડમાં પહેલી ચૂંટણી રહેલીને સંબોધિત કરી. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજે જો દુનિયા મોદીને જુએ છે તો તેને મોદી નહીં પરંતુ તેને સવા કરોડ હિન્દુસ્તાનીઓને જુએ છે.

modi
તેમણે આપ પર નિશાનો સાધતા જણાવ્યું કે ખોટું એકવાર ચાલે વારંવાર નહીં. જનતા એક વાર ભૂલ કરી શકે છે, વારંવાર નહીં. તેમણે જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં બીજી પાર્ટીઓની જમાનત જપ્ત થઇ ગઇ છતાં પણ તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે ચારેય દિશાઓ એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં નરેન્દ્ર મોદીની ચાર રેલિયો થવાની છે. દરેક રેલીમાં 30થી 40 હજાર લોકોને એકત્રિત કરવાનું લક્ષ્ય છે.

આ રેલી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કિરણ બેદી માટે ખાસ ફાયદારૂપ થશે કારણ ખરાબ ગળાના કારણે દિલ્હીના માર્ગો પર વગર બોલે પ્રચાર કરી રહેલી કિરણ બેદી માટે ખુદ નરેન્દ્ર મોદી પ્રચાર કરી રહ્યા છે. આજે એવું પહેલી વાર બન્યું છે જ્યારે વડાપ્રધાને કિરણ બેદીનું નામ લઇને તેમના માટે વોટ માગ્યો હોય.

modi
કડકડડૂમાની રેલીમાં મંચ પર કિરણ બેદીની સાથે જ ઉત્તર પૂર્વ દિલ્હીના તમામ 17 ઉમેદવાર પણ મંચ પર હાજર હતા. આપને જણાવી દઇએ કે મોદીની દિલ્હીમાં થનારી તમામ ચાર રેલીયોના નાણામંત્રી અરુણ જેટલીને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજનાથ સિંહ, ઉમા ભારતી, સ્મૃતિ ઇરાની, મનોહર લાલ ખટ્ટર, નવજોત સિંહ, રવિશંકર પ્રસાદ અને મનોજ તિવારી પણ રેલી કરશે.

નરેન્દ્ર મોદી પહેલા કિરણ બેદીએ રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે મારી પાસે દેશ ભક્તિની તક છે. બેદીએ જણાવ્યું કે જનતાની આશાઓ પર ખરી ઉતરીશ. કિરણ બેદીએ જણાવ્યું કે જો મુખ્યમંત્રી બનીશ તો 3 દિવસોની અંદર મહિલા સુરક્ષા પર પગલા ભરીશ. કિરણ બેદીએ જણાવ્યું કે દરેક બેટીના હાથમાં હિમ્મતની એપ્પ હશે, અને દોષિયોને ઝલદીથી સજા મળશે.

English summary
In a bid to woo voters in the national capital ahead of Assembly polls, Prime Minister Narendra Modi raises a poll pitch in East Delhi on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X