For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણેય સેના પ્રમુખોને મળીને મોદી કરશે પાક-ચીન પર ચર્ચા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પહેલીવાર દેશના ત્રણ સેના પ્રમુખો સાથે મુલાકાત કરી 'કંબાઇંડ કમાંડર્સ કોંફ્રસ'ને સંબોધિત કરશે. આ દરમિયાન રક્ષા મંત્રી અરૂણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરજા અને ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત કેબિનેટના કેટલાક અન્ય સહયોગી પણ હાજર રહેશે. આ અવસર પર વડાપ્રધાન દેશની સુરક્ષા સ્થિતિ વિશે સેના પ્રમુખો પાસેથી જાણકારી લેશે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત પાક અને ચીન દ્વારા વધી રહેલા તણાવ બાદ થઇ રહી છે. જો કે માનવામાં આવે છે ત્રણ સેનાધ્યક્ષોને પાકિસ્તાન અને ચીન સાથે સીમા પર રણનીતિને લઇને નિર્દેશ આપી શકે છે.

આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મ્દોઈ સુરક્ષા પર જ્યાં પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરશે તો બીજી તરફ સુરક્ષાને લઇને સેના પ્રમુખોનું મંતવ્ય પણ જાણશે. આ દરમિયાન ભારતીય સીમા પર પાકિસ્તાન દ્રારા થઇ રહેલી ફાયરિંગ, ચીન દ્વારા વારંવાર થઇ રહેલું અતિક્રમણ અને અરૂણાચલ પ્રદેશમાં ભારત તરફ બની રહેલા રોડ પર વિવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. વડાપ્રધાનની આ પ્રકારની આ પ્રથમ બેઠક પણ હશે.

modi-600

ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ હોવાના નાતે વાયુસેના પ્રમુખ અરૂણ રાહા ત્રણેય દળો સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે વડાપ્રધાનને સૌથી પહેલાં જાણકારી આપશે. નૌસેના પ્રમુખ આરકે ધવન અને આર્મીના પ્રમુખ દલબીર સુહાગ પણ આંતરરાષ્ટ્રીય તથા ક્ષેત્રીય પરિદ્રશ્ય સાથે જોડાયેલા પડકારોની રૂખરેખા રજૂ કરશે. આ બેઠકને રક્ષા મંત્રી અરૂણ જેટલી, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ પણ સંબોધિત કરશે.

English summary
Prime Minister Narendra Modi will interact with the country's top military commanders for the first time today at a conference during which he will outline his strategic vision and get a briefing on the overall security situation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X