For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉલ્ફાની ધમકીઓ વચ્ચે મોદીનું ચાર દિવસીય 'મિશન પૂર્વોત્તર' આજથી શરૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી આકરી સુરક્ષા વચ્ચે ચાર દિવસની પૂર્વોત્તર યાત્રા રવાના થશે. શનિવારે સાંજે આસામ પહોંચવાની સાથે જ મોદી જ પૂર્વોત્તર યાત્રા શરૂ થશે. આ દરમિયાન તે આસામ ઉપરાંત મણિપુર, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા અને નાગાલેંડ પણ જશે.

વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીની આ પ્રથમ પૂર્વોત્તર યાત્રા છે. આ પહેલાં વડાપ્રધાનમંત્રી રહેતાં એચડી દેવગૌડાએ પૂર્વોત્તર રાજ્યોની ચાર દિવસની યાત્રા કરી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી પૂર્વોત્તર રાજ્યોમાં ચાર દિવસ વિતાવનાર બીજા વડાપ્રધાન બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલાં પોતાની સભાઓમાં નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના યુવાનો ઘણા વાયદા કર્યા હતા. તેમણે બેરોજગારી દૂર કરવાનું સપનું બતાવ્યું હતું. બેરોજગારી આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન મોદીએ પૂર્વોત્તરના સાત રાજ્યોમાં ઘણી સભાઓ કરી હતી. તેની અસર પરિણામોમાં જોવા મળી જ્યારે ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓને કુલ 24 સીટોમાંથી 10 સીટો પર જીત મળી હતી.

narendra-modi-cabinet-expansion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વોત્તર પ્રવાસને જોતાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્ફાની ધમકીઓના લીધે સુરક્ષા એજન્સીઓએ સુરક્ષાને ખૂબ સખત કરી દિધી છે. ઠેર-ઠેર જવાનો ગોઠવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ એવા સમયે થઇ રહ્યો છે, જ્યારે ઉલ્ફાની સ્થાપનાના 24 વર્ષ પુરા થઇ રહ્યાં છે.

ગુવાહટી રવાના થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઝારખંડમાં બે રેલીઓ પણ કરશે. જમશેદપુરમાં સવારે 10.30 વાગે અને રાંચીમાં સવારે 11.30 વાગે નરેન્દ્ર મોદી ભાજપ માટે વોટ માંગશે. 2 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની ચૂંટણી પ્રચાર માટે નરેન્દ્ર મોદી બે જગ્યાઓ પર રેલી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં 2 ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં 20 વિધાનસભા સીટો પર મતદાન થશે.

English summary
Prime Minister Narendra Modi, who begins his four-day visit to the northeast today, is "eagerly looking forward" to the trip, according to a tweet by the PM today morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X