For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યોગીજી, રોમિયો નહીં, કૃષ્ણ કરતા મહિલાઓની છેડતીઃ પ્રશાંત ભૂષણ

પ્રશાંત ભૂષણે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એન્ટિ રોમિયો સ્ક્વોડની આલોચના કરતાં ખૂબ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ફરી એકવાર દેશના જાણીતા વકીલ અને ભૂતપૂર્વ 'આપ' નેતા પ્રશાંત ભૂષણ પોતાના વિવાદિત નિવેદનને લીધે ચર્ચામાં છે. આ વખતે તેમના નિશાના પર છે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ એન્ટિ રોમિયો સ્ક્વોડ. પ્રશાંત ભૂષણે તેમની આલોચના કરતું એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે.

prashant bhushan

પ્રશાંત ભૂષણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, રોમિયોએ પોતાના જીવનમાં માત્ર એક જ છોકરીને પ્રેમ કર્યો હતો, જ્યારે કૃષ્ણ તો અનેક મહિલાઓની છેડતી કરવા માટે પ્રખ્યાત હતા. શું મુખ્યમંત્રી આદિત્યનાથમાં હિંમત છે કે, તેઓ પોતાના આ દળનું નામ એન્ટિ કૃષ્ણ સ્ક્વોડ રાખે?

ઉલ્લેખનીય છે કે, પ્રશાંત ભૂષણ પહેલા એવા વ્યક્તિ નથી, જેમણે આ સ્ક્વોડનું નામ એન્ટિ રોમિયો રાખવાનો વિરોધ કર્યો હોય. આ પહેલાં પણ અનેક આલોચકો આ અંગે ટિપ્પણી કરી ચૂક્યાં છે. લોકોનું કહેવું છે કે, રોમિયો શેક્સપિયરના લોકપ્રિય નાટકનું પાત્ર છે, રોમિયો-જૂલિયટની પ્રેમકથા તેમના પ્રેમ અને સમર્પણ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે.

અહીં વાંચો - J&K: PM મોદીએ દેશની સૌથી માટી ટનલનું કર્યું ઉદઘાટનઅહીં વાંચો - J&K: PM મોદીએ દેશની સૌથી માટી ટનલનું કર્યું ઉદઘાટન

કૃષ્ણને સમજવા માટે લેવા પડશે અનેક જન્મ

જો કે, પ્રશાંત ભૂષણના આ ટ્વીટ બાદ ભાજપના પ્રવક્તા ડૉ.સંબિત પાત્રાએ લખ્યું કે, પ્રશાંત ભૂષણે કૃષ્ણને સમજવા માટે અનેક જન્મો લેવા પડશે. તેમણે પ્રશાંત ભૂષણની આ ટિપ્પણીનો વિરોધ કરતાં લખ્યું છે, કેટલી સરળતાથી કૃષ્ણને રાજકારણમાં ઘસડી લાવ્યા?

ખાસ વાતો

  • ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં જ્યારથી યોગી આદિત્યનાથની સરકાર બની છે ત્યારથી પ્રદેશમાં એન્ટિ રોમિયો સ્ક્વોડની રચના કરવામાં આવી છે.
  • એન્ટિ રોમિયો સ્ક્વોડની રચનાનો હેતુ ઉત્તર પ્રદેશમાં થતી મહિલાઓ તથા યુવતીઓની છેડતીની ઘટનાઓને રોકવાનો છે.
  • યોગી સરકાર આ સ્ક્વોડ થકી લવ-જિહાદ પર પણ પૂર્ણવિરામ મુકવા માંગે છે.
English summary
In a shocking statement, lawyer Prashant Bhushan has insulted Lord Krishna by calling him eve teaser.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X