For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્ન પહેલા સેક્સ આજકાલ મોટા શહેરોમાં સામાન્ય થઇ ગયું છે: બોમ્બે હાઇ કોર્ટ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 28 ડિસેમ્બર: લગ્ન પહેલા સેક્સ હવે ભારતના મોટા શહેરોમાં પણ સામાન્ય બની ગયું છે, આવું કહેવું છે બોમ્બે હાઇકોર્ટનું. જેને લાગે છે કે ભારત બદલાઇ રહ્યું છે. બોમ્બે હાઇકોર્ટે જણાવ્યું કે જો બે એડલ્ટ લોકોની વચ્ચે લગ્નની શરતને આધારે શારીરિક સંબંધ સ્થપાય તો તેના બાદમાં યુવક, યુવતી સાથે લગ્ન ના કરે તો યુવતી યુવક પર બળાત્કારનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ ના કરી શકે.

નોંધનીય છે કે બોમ્બે હાઇ કોર્ટે આવી તીખી ટિપ્પણી રાહુલ પાટિલની જામીન અરજી પર સુનાવણી કરતા કરી. રાહુલ પાટિલ પર તેની પૂર્વ ગર્લફ્રેન્ડ સીમા દેશમુખે લગ્નનું વચન આપીને તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. સીમાએ દાવો કર્યો હતો કે તેણે લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી પણ બની ગઇ હતી, પરંતુ બાદમાં રાહુલે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કોઇ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા.

couple
'લગ્ન પહેલા સેક્સ આજકાલ મોટા શહેરોમાં સામાન્ય થઇ ગયું છે'
જોકે રાહુલે પોતાની સફાઇમાં જણાવ્યું કે જે કંઇપણ થયું તે બંનેની સહમતિથી થયું હતું. મેં સીમા સાથે કોઇ જબરદસ્તી નથી કરી. હું સીમાને પ્રેમ કરતો હતો પરંતુ તેના માટે હું મારા પરિવારની વિરુદ્ધ ના જઇ શકું. સીમા અન્ય જાતિની હોવાથી મારા પરિવારવાળા તેની સાથે મારા લગ્ન કરવા માટે તૈયાર ન્હોતા.

રાહુલ અને સીમા બંને ખુદ વ્યવસાયે વકીલ છે અને વર્ષ 1999થી એકબીજાને જાણે છે પરંતુ તેમની વચ્ચે શારીરિક સંબંધ પહેલી વાર 2006માં બંધાયો. ત્યાર બાદ તેઓ સતત 2009 સુધી એકબીજાના રિલેશનશિપમાં હતા પરંતુ વર્ષ 2009ની અંતમાં રાહુલે સીમા સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. સીમાનું કહેવું છે કે તે રાહુલના બાળકની મા પણ બનવાની હતી, પરંતુ બંનેના લગ્ન નહી થઇ શકવાને કારણે તેણે ગર્ભપાત કરાવી દીધું.

જેની પર બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ મૃદુલા ભાટકરે જણાવ્યું કે આજકાલ લગ્ન પહેલા સેક્સ કોઇ મોટી વાત નથી, અથવા એમ કહો કે મુંબઇ જેવા મોટા શહેરોમાં આ સામાન્ય બાબત થઇ ગઇ છે, એવામાં લગ્ન નહીં થતા યુવતી યુવક પર બળાત્કારનો આરોપ લગાવી શકે નહીં.

English summary
The Bombay high court has ruled that every breach of promise to marry is not rape and pre-marital sex between couples is no longer shocking in Indias big cities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X