For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ NDAના નિર્ણયથી અસંતુષ્ટ મમતા અને માયાવતી

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કોંગ્રેસ મીરા કુમારને ઉમેદવાર જાહેર કરે એવી શક્યતા છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન(NDA) તરફથી બિહારના રાજ્યપાલ રામ નાથ કોવિંદને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયને મોટા ભાગના વિપક્ષો તરફથી 'વિચારીને જવાબ આપીશું' જેવો પ્રતિસાદ સાંપડ્યો છે. મમતા બેનર્જીએ એનડીએના આ ઉમેદવારને પોતાનો મત આપવાનો ઇનકાર કર્યો છે. આ જ અઠવાડિયામાં કોંગ્રેસની આગેવાની હેઠળ યૂપીએ રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરશે. કોંગ્રેસ અને અન્ય પક્ષો એવા કોઇ ઉમેદવારને મેદાનમાં ઉતારશે, જે રામ નાથ કોવિંદને ટક્કર આપી શકે. જો કે, હજુ સુધી વિપક્ષ તરફથી કોઇ નામની જાહેરાત કરવામાં નથી આવી. કહેવાઇ રહ્યું છે કે, કોંગ્રેસ, લેફ્ટ અને ડીએમકે, કોવિંદના દક્ષિણપંથી હોવાના આધારે તેમની વુિરુદ્ધ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે.

mamta

શક્ય છે કે, કોંગ્રેસ પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારને વિપક્ષના ઉમેદવાર જાહેર કરે. એનડીએ તરફથી નામની જાહેરાત થઇ એ પહેલાં પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલ કૃષ્ણ ગાંધીના નામની શક્યતાઓ વ્યક્ત થઇ રહી હતી.

મમતા બેનર્જીની પ્રતિક્રિયા

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્રના આ નિર્ણય સાથે સંપૂર્ણપણે સંમત નથી. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે, એનડીએ પ્રણવ મુખર્જી જેવા કોઇ નેતા પર પસંદગી ઉતારી શક્યું હોત. રામ નાથ કોવિંદ આ પદ માટે અયોગ્ય છે, એવું નથી. પરંતુ દેશમાં બીજા ઘણા મોટા દલિત નેતાઓ છે. રામ નાથ કોવિંદ ભાજપના દલિત મોરચાના આગેવાન હતા, આથી તેમણે તેમને ઉમેદવાર બનાવ્યા. ઉમેદવાર એવો હોવો જોઇએ, જે દેશ માટે ફાયદાકારક સાબિત થાય.

માયાવતીનું નિવેદન

બહુજન સમાજ પાર્ટીના ચીફ માયાવતીએ આ અંગે કહ્યું કે, હું રામ નાથ કોવિંદની રાજકીય વિચારસરણીથી સંતુષ્ટ નથી. તેમણે આગળ કહ્યું કે, તેઓ રાહ જોઇ રહ્યાં છે કે, યૂપીએ પણ પોતાના ઉમેદવાર તરીકે દલિત નેતાનું નામ જાહેર કરે છે કે કેમ.

કોંગ્રેસનું નિવેદન

એનડીએના ઉમેદવાર અંગે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, અત્યારે અમે આ નિર્ણય અંગે કંઇ કહેવા નથી માંગતા. ભાજપના નેતા જ્યારે અમને મળ્યા, ત્યારે તેમણે કહ્યું હતું કે, સર્વસંમતિ મેળવવા માટે નામ જાહેર કરતાં પહેલાં અમને જણાવવામાં આશે, પરંતુ એમણે એવું ન કર્યું.

આ મામલે CPIM નેતા સીતા રામ યેચુરીએ કહ્યું કે, વિપક્ષી દળ તા. 22ના રોજ ેઠક કરશે. આઝાદીથી લઇને અત્યાર સુધીમાં એવું પહેલીવાર થયું છે કે, ચૂંટણી વિના ભારતના રાષ્ટ્રપતિની પસંદગી થઇ હોય. રામ નાથ કોવિંદજી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખાના પ્રમુખ હતા. આ નું કહેવું છે કે, સીધે-સીધો રાજનૈતિક ટકરાવ છે.

English summary
Presidential Election 2017 Congress may prop up Meira Kumar's name as candidate from opposition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X