For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ ચૂંટણી: રામનાથ કોવિંદ છે બંમ્પર વોટોથી આગળ

આજે ભારતને મળશે તેના 14માં રાષ્ટ્રપતિ. 11 વાગ્યાથી શરૂ થશે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું મતદાન. રામનાથ કોવિંદ કે મીરા કુમારમાંથી આજે કોઇ એક બનશે રાષ્ટ્રપતિ

|
Google Oneindia Gujarati News

ભારત દેશને આજે તેનો 14મો રાષ્ટ્રપતિ મળશે. આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે થયેલા મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધીના મત ગણતરી મુજબ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ બમ્પર વોટોથી આગળ છે. કોવિંદને 7,02,644 વોટ હજી સુધી મળ્યા છે. અને મીરાને 3,67,314. જો કે સાંજે પાંચ વાગ્યા સુધી ચૂંટણીના પરિણામો જાહેર થઇ જશે. પણ રામનાથ કોવિંદની ઉપરાષ્ટ્રપતિ બનવાની સંભાવનાઓ ખૂબ જ પ્રબળ છે તે વાતમાં કોઇ બે મત નથી. ઉલ્લેખનીય છે કે 17 જુલાઇના રોજ મતદાન કરવામાં આવ્યું હતું. અને આજે મતગણતરી બાદ જે પરિણામ આવશે જે દેશની જનતા સમક્ષ રાખવામાં આવશે. આમ ગુરુવારે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદ અને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન એટલે કે યુપીએના ઉમેદવાર મીરા કુમારીમાંથી કોઇ એકના નામની રાષ્ટ્રપતિ તરીકે જાહેરાત કરવામાં આવશે.

election president

ઉલ્લેખનીય છે કે આ વખતની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ વોટિંગ 98 થી 99 જેટલું થયું હતું જે અત્યાર સુધીનું સૌથી વધુ વોટિંગ માનવામાં આવે છે. 10 જેટલા રાજ્યોમાં 100 ટકા વોટિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતમાં 99 ટકા મતદાન થયું હતું. આ વખતના મતદાનમાં 714 સાંસદોએ સદનમાં પોતાનો વોટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સવારે 11 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ વખતે બેલેટ પેપર અને વિશેષ પેનની મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે સંભાવનાઓ છે કે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને 63 ટકા મત મળશે.

English summary
Presidential Eletction results 2017 NDAS Ramnath Kovind vs UPAS Meira Kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X