For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશનું ભાગ્ય બદલવાની પહેલી શરત યુપીનું ભાગ્ય બદલવું-નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉ ખાતે પરિવર્ન રેલીમાં જનમેદનીનું સંબોધન કર્યું હતું.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને કારણે હાલ ખૂબ તાણાવભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક બાજુ ઉત્તરપ્રદેશમાં સરકાર ચલાવી રહેલી સમાજવાદી પાર્ટીમાં ઘમસાણ ચાલુ છે, તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉમાં પરિવર્તન રેલી સંબોધિત કરવા પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ લખનઉના રમાબાઇ આંબેડકર પાર્કમાં જનસભાને સંબોધી હતી.

narendra modi

પરિવર્તન મહારેલીને સંબોધવા પહોંચેલા નરેન્દ્ર મોદી રેલીમાં લોકોની વિશાળ ભીડ જોઇને મંત્રમુગ્ધ થઇ ગયાં હતાં. તેમણે કહ્યું કે, હું વર્ષોથી રાજકારણમાં છું અને મને અનેક રેલીને સંબોધન કરવાની તક મળી છે. પરંતુ આટલી મોટી રેલીનું પહેલી વાર સંબોધન કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, આ પરિવર્તન રેલી માટે સવારના 10 વાગ્યાથી લાખો લોકો મેદાન પર એકઠા થઇ ગયાં હતા. તેમણે આગળ કહ્યું કે, લખનઉ વાજપેયીજીની કર્મભૂમિ છે. અટલજી આજે ટીવી પર રેલીનું દ્રશ્ય જોશે તો ખુશ થશે.

હવામાં વિકાસના અણસાર

14 વર્ષ પહેલાં ભાજપને ઉત્તરપ્રદેશની સેવા કરવાની તક મળી હતી. આજે 14 વર્ષ બાદ ઉત્તરપ્રદેશની ધરતી પર ફરીથી વિકાસ થવાના અણસાર દેખાઇ રહ્યાં છે. છેલ્લા 14 વર્ષમાં ઉત્તરપ્રદેશમાં વિકાસનો વનવાસ થયો હતો. પરંતુ આજે ઉત્તરપ્રદેશની હવામાં પરિવર્તન જણાય છે, હવાની દિશા સાફ-સાફ દેખાય છે. અહીંની જનતા ઘણું સહન કરી ચૂકી છે. અહીંની જનતાને રાજકારણની સમજ છે. આજની રેલીમાં આ જનમેદનીને જોતાં આગામી ચૂંટણીના પરિણામનો અંદાજ લગાવી શકાય છે. માત્ર એકવાર ઉત્તરપ્રદેશના વિકાસ માટે વોટ કરો. પોતાના-પારકાથી ઉપર જઇ વિકાસ માટે વોટ કરો. દેશના આગળ વધવા માટે ઉત્તરપ્રદેશનું આગળ વધવું જરૂરી છે.

સપા-બસપા પર પ્રહારો

સપા-બસપા પર પ્રહારો કર્તાં તેમણે કહ્યું કે, સપા-બસપા કહી રહ્યાં છે કે મોદીને હટાવો. હું કહું છું કે કાળું નાણું હટાવો. 2 પક્ષની રાજનીતિ 2 પક્ષ સુધી સિમિત રહેવી જોઇએ. રાજ્યની જનતા સાથે રાજનીતિ ન થવી જોઇએ, આમ વિકાસ રૂંધાય અને જનતા પાછળ રહી જાય. ઉત્તરપ્રદેશ સરકારને 1 લાખ કરોડ રૂપિયા વધુ મળ્યાં હતા. સરકારના નાણાંનો સદુપયોગ થયો હોત તો ઉત્તરપ્રદેશમાં વિકાસ થયો હોત. ખેડૂતોની સ્થિતિમાં પરિવર્તન આવે એ ખૂબ જરૂરી છે.

ઇશારા-ઇશારામાં ઘણું કહી ગયા

વડાપ્રધાને ઇશારા-ઇશારામાં સપા, બસપાની સાથે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું કે, સપા-બસપા કોઇ મુદ્દે એકમત નથી. કોઇને પરિવાર બચાવવું છે, તો કોઇને રૂપિયા બચાવવા છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, એક દળ છેલ્લા 15 વર્ષથી પોતાના પુત્રને રાજકારણમાં સ્થાપિત કરવાના પ્રયત્નોમાં વ્યસ્ત છે. બસપા પર પ્રહારો કરતાં કહ્યું કે, એક પાર્ટીને ચિંતા છે કે પૈસા ક્યાં મુકવા, એ લોકો પોતાના પૈસા બચાવવામાં વ્યસ્ત છે, પૈસા મુકવા દૂર-દૂરની બેંકો શોધે છે. તો સમાજવાદી પાર્ટી પર વાણીપ્રહારો કરતાં તેમણે કહ્યું કે, એક દળ એવું છે, જેને પોતાના પરિવારની ચિંતા છે. માત્ર ભાજપને યુપીના વિકાસની ચિંતા છે. હવે તમે નક્કી કરો કે શું કરવું છે?

ઉત્તરપ્રદેશમાંથી ગુંડારાજ ખતમ થવું જોઇએ

નરેન્દ્ર મોદીએ જનતાને પૂછ્યું કે, તમે જ કહો ઉત્તરપ્રદેશમાંથી ગુંડારાજ ખતમ થવું જોઇએ કે નહીં? ભાજપની સરકારના શાસનકાળ દરમિયાન ઉત્તરપ્રદેશમાંથી ગંડારાજ ખતમ કરાવાના પ્રયાસો થયા હતા. તમે અમને એક તક આપો, ઉત્તરપ્રદેશમાંથી ગુડારાજ ખતમ કરવાના પ્રયત્નો અમે કરીશું. પરિવર્તન લાવવું કે નહીં એ નિર્ણય તમારા હાથમાં છે, પરંતુ અડધું પરિવર્તન નહીં લાવતા. ભારે બહુમતથી ભાજપને જીત અપાવજો. ભાજપ માટે આ ચૂંટણી જવાબદારીનું કામ છે. આ ચૂંટણી માત્ર હાર-જીતની ચૂંટણી નથઈ, પરંતુ ભ્રષ્ટાચાર અને કાળા નાણાં વિરુદ્ધની લડાઇની ચૂંટણી છે. સૌનો સાથ, સૌનો વિકાસની ચૂંટણી છે.

યોજનાઓની જાહેરાતથી વિરોધીઓ હેરાન-પરેશાન

નોટબંધીના 50 દિવસ પુરા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ડિસેમ્બરે પોતાના જાહેર સંબોધનમાં ગરીબો અને મધ્યમવર્ગીય લોકો માટે કેટલીક મહત્વની યોજનાઓની જાહેરાત કરી હતી, જે અંગે વિપક્ષ તથા અન્ય નેતાઓ દ્વારા તેમની ટીકા પણ થઇ હતી. આ અંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 50 દિવસ પૂર્ણ થયા બાદ મેં ગરીબો માટે યોજનાની જાહેરાત કરી, તેનાથી વિરોધીઓ હેરાન-પરેશાન છે. આ યોજનાઓની જાહેરાતથી વિરોધીઓની ખુરશીના પાયા હાલી ગયા છે.

BHIM એપ

સાથે જ તેમણે જનતાને BHIM એપનો ઉપયોગ કરવાની ભલામણ કરતાં કહ્યું કે, BHIM એપનો ઉપયોગ કરો, એ જ બાબાસાહેબને સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે.

નરેન્દ્ર મોદીના ભાષણનો વીડિયો જુઓ અહીં.

English summary
Prime Minister Narendra Modi to address parivartan rally in Lucknow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X