પ્રિયંકા ગાંધીનું થયું ઓપરેશન, સોનિયા-રાહુલ પહોંચ્યા

નવી દિલ્હી, 5 માર્ચઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધી વાઢેરાને પિત્તાશયમાં પથરીનું ઓપરેશન દિલ્હીની એક હોસ્પિટલમાં સોમવારે સફળતાપુર્વક સંપન્ન થઇ ગયું. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં પ્રિયંકાનું ઓપરેશન થયું. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હોસ્પિટલના મિનિમલ એક્સેસ સર્જરી વિભાગના ડોક્ટર્સની એક ટીમે ડોક્ટર પ્રવીણ ભાટિયાના નેતૃત્વમાં પ્રિયંકાનું ઓપરેશન કર્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે હોસ્પિટલમાં પ્રિયંકાને મળવા માટે તેમના માતા સોનિયા ગાંધી, ભાઇ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તથા તેમના પતિ રોબર્ટ વાઢેરા આવ્યા હતા.

સર ગંગારામ હોસ્પિટલના અધ્યક્ષ ડીએસ રાણાએ કહ્યું, રૂટીન તપાસ દરમિયાન પ્રિયંકા ગાંધીના પિત્તાશયમાં પથરી જોવા મળી હતી, જેને આજે સવારે એક ઓપરેશન થકી સફળતાંપુર્વક કાઢવામાં આવી છે. સોમવારે સવારે દુરબીન થકી એમઆઇએસ કરવામાં આવ્યું. સૂત્રોએ જણાવ્યું કે પ્રિયંકા ગાંધી રવિવારે હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે તેમની હાલત સ્થિર હતી. મંગળવારે ડોક્ટરની ટીમ તેમને હોસ્પિટલમાંથી રજા આપવા અંગે નિર્ણય કરશે.

English summary
Priyanka Gandhi underwent a laproscopic gall bladder surgery at Sir Gangaram Hospital on Monday morning.
Please Wait while comments are loading...