કાર અકસ્માતમાં પ્રો કબડ્ડીની આ એન્કર અને મોડલનું થયું નિધન

Subscribe to Oneindia News

કલકત્તામાં એક ભયાનક કાર દુર્ધટનામાં મોડલ અને એન્કર સોનિકા ચૌહાણનું નિધન થયું છે. શનિવારે સવારે કલકત્તામાં એક મોલ પાસે એક અકસ્માત થયો. આ કારમાં બંગાળી અભિનેતા બિક્રમ ચટોપાધ્યાય પણ હતા. જે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે. લેક મોલ પાસે સવારે ચાર વાગ્યાની આસ પાસ આ બન્ને જણા પોતાના ડ્રાઇવર સાથે ક્યાંક જઇ રહ્યા હતા.

sonika chauhan

ત્યારે કારનું બેલેન્સ બગડતા તે ફૂટપાથની સાથે અથડાઇ હતી. જે બાદ આ અકસ્માત થયો હતો. ત્રણેય લોકોને સ્થાનિક પોલીસ અને લોકો દ્વારા પાસેની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પણ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે સોનિકા ચૌહાણને મૃત જાહેર કરી હતી. નોંધનીય છે કે સોનિકા કલકત્તાની જાણીતી મોડેલ અને એન્કર હતી. તે પ્રો કબડ્ડીમાં પણ એન્કરીંગ કરી ચૂકી હતી. આ ઘટના પછી કલકત્તામાં તેના ચાહકો શોકમય થયા છે.

English summary
Pro Kabbadi anchor Sonila Chauhan dies in a deadly accident.
Please Wait while comments are loading...