For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુજફ્ફરનગર રેલ્વે અકસ્માત : 23 લોકોની મોત અને 40 ઇજાગ્રસ્ત

મુજફ્ફરનગર રેલ અકસ્માત 23 લોકોની મોત 50 ઇજાગ્રસ્ત. પુરીથી હરિદ્વાર જતી ટ્રેન થઇ આ દુર્ધટના. વધુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર નગરમાં મોટી રેલ્વે દુર્ધટના થઇ છે. પુરીથી હરિદ્વાર તરફ જઇ રહેલી કલિંગ- ઉત્કલ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતરી જતા રાતના 10 વાગ્યા સુધીમાં 23 યાત્રીઓના મોત થયા હોવાની અને 40થી 50 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે. ટ્રેન રાતના 9 વાગે હરિદ્વાર પહોંચવાની હતી અને તે પહેલા જ આ દુર્ધટના થઇ છે. હાલ 30થી વધુ એમ્બ્યુલન્સ ત્યાં ઇજાગ્રસ્તોની મદદ માટે મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. સાથે જ રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ પણ મુજફ્ફરનગરના ખતૌલીમાં થયેલી રેલ્વે દુર્ધટનાની જાણકારી આપતા ટ્વિટ કરીને જણાવ્યું કે લોકોને બચાવવા માટે રેલ્વે પ્રસાશન બનતો પ્રયાસ કરી રહ્યું છે.

rail

વધુમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ દુર્ધટના અંગે શોક વ્યક્ત કર્યો છે. સાથે જ પરિજનોની મદદ માટે સરકાર દ્વારા 09760534054/ 5101 નંબર પર કોલ કરીને જાણકારી મેળવવાનું જણાવવામાં આવ્યું છે. પહેલા આ હુમલાને આંતકી હુમલાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી હતી પણ હાલ તેવું પણ જાણવા મળ્યું છે કે રેલ્વેની ભૂલના કારણે જ દુર્ધટના બની હોય. જો કે હજી સુધી તપાસ ચાલુ છે અને આ રેલ્વે દુર્ધટના કેવી રીતે થઇ તે અંગે કોઇ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત નથી થઇ.

English summary
At least 10 people were killed and 50 others injured after 14 coaches of Puri-Haridwar-Kalinga Utkal Express train have derailed on Saturday in Muzaffarnag
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X