For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો ઝારખંડના પ્રથમ બિન-આદીવાસી સીએમ હશે રધુવર દાસ, ફેંસલો થોડીવારમાં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાંચી, 26 ડિસેમ્બર: આજે ઝારખંડની સત્તા કોણ સંભાળશે, તેના પરથી પડદો ઉઠી જશે કારણ કે આજે સવારે 11 વાગે ભાજપના ધારાસભ્ય દળની બેઠક છે ત્યારબાદ એ નક્કી થઇ જશે કે ઝારખંડના સીએમ કોણ હશે. જે સમાચાર ચેનલો પર બતાવવામાં આવી રહ્યાં છે તે મુજબ રધુવર દાસનું નામ સીએમ રેસમાં સૌથી આગળ છે.

આમ તો સીએમ રેસમાં સરયૂ રાય, સુદર્શન ભગત, સીપી સિંહ અને જયંત સિંહાનું નામ પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ઝારખંડની સત્તા કોઇ બિન-આદિવાસીને સોંપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 14 વર્ષમાં પહેલી વાર ઝારખંડમાં પૂર્ણ બહુમતીની સરકાર બની જશે.

આ 14 વર્ષોમાં આ રાજ્યએ 9 મુખ્યમંત્રી જોયા છે જેને રાજ્યવાસીઓને મોટા મોટા વાયદા તો જરૂર કર્યા પરંતુ તે વાયદા ક્યારેય પૂરા થયા નહી. એટલા માટે આ વખતે રાજ્યને ભાજપ પાસે ઘણી આશાઓ છે જોઇએ આ આશાઓને ભાજપ પૂરી કરી શકે છે કે નહી.

raghubar-das-600

અત્રે ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં ભાજપને 37 સીટો પર જીત પ્રાપ્ત થઇ, જ્યારે 2009માં આ સંખ્યા ફક્ત 18 હતી, જ્યારે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને જેડી(યૂ)ના ઝારખંડમાંથી સૂપડા સાફ થઇ ગયા છે, તો બીજી તરફ કોંગ્રેસને છ સીટો પર જ સંતોષ માનવો પડ્યો છે.

English summary
Sources said that barring last-minute change of plans, an official announcement naming Raghubar Das as the state's first non-tribal chief minister could come as early as Friday, capping the saffron party's power-grabbing effort in the assembly elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X