For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ચોપડે નોંધાશે રાહુલનું નામ?

મધ્ય પ્રદેશના હોશંગાબાદના રહેવાસી વિશાલ દીવાને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ નોંધવા માટે અરજી કરી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ની મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી. એક બાજુ તેમના નેતૃત્વમાં યોજાયેલ ચૂંટણીઓમાં કોંગ્રેસ ને કારમી હારનો સામનો કરવાનો વારો આવ્યો છે, તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. હવે વધુ એક મુસીબત રાહુલ ગાંધી સામે આવી છે, તેમની આ હાર માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં તેમનું નામ નોંધવા માટે અરજી કરવામાં આવી છે.

rahul gandhi sonia gandhi

મધ્ય પ્રદેશ ના હોશંગાબાદના નિવાસી એન્જિનિયર વિશાલ દીવાને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ નોંધવા માટે અરજી કરી છે. તેમણે વિનંતી કરી છે કે, 27 ચૂંટણીઓમાં પાર્ટીને હરાવવા બદલ રાહુલ ગાંધીનું નામ આ પુસ્તકમાં નોંધવામાં આવે. તેમનું માનવું છે કે, છેલ્લા પાંચ વર્ષોમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. એનું કારણ છે રાહુલ ગાંધીની સક્રિય ભાગીદારી અને મીડિયા સાથે તેમનો સતત સંપર્ક.

વિશાલ દીવાને ગિનીસ બુકના પ્રશાસનને પત્ર પણ લખ્યો છે અને આ માટે જરૂરી ફીની ચૂકવણી પણ કરી છે. ગિનીસ બુક તરફથી તેમની અરજી સ્વીકારવામાં આવી હોવાની પુષ્ટિ પણ કરવામાં આવી છે, પરંતુ અમેરિકાની આ રેકોર્ડ બુકે એ નથી જણાવ્યું કે તે વાતને મંજૂરી આપશે કે કેમ.

અહીં વાંચો - ખાલી યુપીમાં જ નહીં, ભારત ભરમાં ક્યાં-ક્યાં લહેરાયો કેસરિયો?અહીં વાંચો - ખાલી યુપીમાં જ નહીં, ભારત ભરમાં ક્યાં-ક્યાં લહેરાયો કેસરિયો?

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી ઘણી વાર પોતાના ભાષણો અને રાજકારણના અપૂરતા જ્ઞાનને કારણે મજાકનું પાત્ર બનતા. આ કારણે તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ અખિલેશ યાદવ સાથે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અહીં રાહુલ ગાંધી એ ભૂલી ગયા હતા કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કુલકેટલી બેઠકો છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ 105 બેઠકો પરથી ચૂંટણી લડ્યું હતું, પરંતુ તેના ભાગે માત્ર 7 બેઠકો આવી. અધૂરામાં પૂરું અમેઠી અને રાયબરેલી જેવી બેઠકો, જે કોંગ્રેસ પાર્ટીનું ગઢ મનાતી હતી, તે પણ તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી બેઠા.

English summary
Engineering student from MP proposed Rahul Gandhi's name in Guinness Book of World Records for losing 27 elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X