For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇ.અહમદના નિધન બાદના વિરોધ પ્રદર્શનમાં જોડાયા રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઇ.અહમદના નિધન બાદ સર્જાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

By Shachi
|
Google Oneindia Gujarati News

સોમવારે કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એ ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઇયુએમએલ)ના લીડર ઇ.અહમદના નિધન બાદ થયેલા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. રાહુલ ગાંધીની સાથે જ કેરળના અન્ય સાંસદો પણ હાજર રહ્યાં હતા. તમામ સાસંદોએ પોતાનો વિરોધ દર્શાવતાં મોઢા પર કાળું કપડું બાંધ્યું હતું.

નોંધનીય છે કે, કેરળ ના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને ફેબ્રુઆરી 4ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇ.અહમદના નિધન અંગે તપાસ કરવાની માંગણી કરી હતી, તેમનું કહેવું હતું કે આ પરિસ્થિતિ વધુ માનવીય રીતે સંભાળી શકાઇ હોત.

rahul gandhi protest

પિનારાઇ વિજયને પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ઇ.અહમદના સારવાર માટે જે પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો હતો તે અંગે તપાસની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એ કહેવાની જરૂર નથી કે આ પરિસ્થિતિ વધુ માનવીય રીતે સંભાળી શકાઇ હોત. ઇ.અહમદના પરિવાર સાથે પણ તેમની સારવાર અંગે જે રીતે વાત કરાઇ હતી, આથી જ મારી અપીલ છે કે આ આખી ઘટનાની તપાસ કરવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અવગણી શકાય. જો કે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇ.અહમદના ઘરે તેમને અંતિમ વિદાય આપવા ગયા હતા, તેના વખાણ પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે હ્રદયરોગના હુમલા બાદ ઇ.અહમદને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઇ.અહમદને આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિવારજનોને ઇ.અહમદને મળવાની પરવાનગી નહોતી આપાઇ, આ ઓછું હોય તેમ તેમની સારવાર અંગેની પણ કોઇ માહિતી પરિવારજનોને આપવામાં નહોતી આવી.

અહીં વાંચો - ગજબ કહેવાય, ભાજપની સરકારમાં ભાજપના જ નેતા અસુરક્ષિત?અહીં વાંચો - ગજબ કહેવાય, ભાજપની સરકારમાં ભાજપના જ નેતા અસુરક્ષિત?

ઇ.અહમદના પુત્ર નાઝિર અહમદે એએનઆઇ ને જણાવ્યું હતું કે, તેમને અને તેમના અન્ય પરિવારજનોને ઇ.અહમદને મળવાની પરવાનગી આપવામાં નહોતી આવી. વળી, તેમની સારવાર અંગે પણ કોઇ માહિતી તેમને નહોતી મળી.

English summary
Congress vice president Rahul Gandhi has joined the protest at Parliament complex over the controversy surrounding IUML MP E Ahameds death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X