For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે ભાડાંમાં વધારો કરવાનો રેલવે પ્રધાનનો સંકેત

|
Google Oneindia Gujarati News

pawan-kumar-bansal
રાયબરેલી, 8 નવેમ્બર : રેલવે પ્રધાન પવનકુમાર બંસલે બુધવારે એક મુલાકાતમાં રેલવે ભાડાંમાં ટૂંક સમયમાં વધારો થવાના સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રેલવે ભાડામાં વધારો કર્યા વિના રેલવેને ચલાવવી મુશ્કેલ છે.

કોંગ્રેસ અધ્યક્ષતા સોનિયા ગાંધીએ પોતાના મતવિસ્તાર રાયબરેલીના લાલગંજમાં સ્થિત રેલવે કોચ ફેક્ટરીમાં ઉત્પાદિત ડબ્બાઓને લીલીઝંડી બતાવી રવાના કરતા સમયે રેલવે પ્રધાન પવન કુમાર બંસલે વાતચીત દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે "રેલવેનું ભાડું વધારવું એ અમારું લક્ષ્ય નથી. અમારું લક્ષ્ય મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક યાત્રા ઉપલબ્ધ કરાવવાનું છે. આ માટે શું કરવામાં આવી શકે તે અંગે વિચારણા ચાલી રહી છે. આ માટે કોઇ પણ સમયે અમારે કોઇ પણ પગલું ભરવું પડી શકે છે. કારણ કે આમ કર્યા વિના રેલવેને ચલાવવી મુશ્કેલ છે."

તેમણે જણાવ્યું કે "જ્યારે પણ લોકો મને મળે છે ત્યારે, વધારે પૈસા લો પણ, સુવિધા સુધારો એમ જણાવે છે." રેલવે ભાડાં આગામી માર્ચથી વધી શકે છે તે અંગે તેમણે જણાવ્યું કે આ અંગે હું કશું પણ કહી શકું એમ નથી. આ અંગેનો કોઇ પણ નિર્ણય યોગ્ય ચર્ચા વિચારણા કર્યા બાદ લેવામાં આવશે.

English summary
Railway fare would be increased soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X