For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની 12 રૂપિયાની થાળીમાં ‘અપમાન અને અફસોસ’ની વાનગી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જુલાઇઃ પહેલા મનફાવે તેમ અપમાન કરી નાંખવુ અને પછી ખબર પડે કે સામેવાળાને અપમાનિત કરવામાં આવ્યાનો મુદ્દો વધુ ચગી રહ્યો છે, ત્યારે પોતાના દ્વારા કહેવામાં આવેલી વાતનો અફસોસ વ્યક્ત કરવો એ કોંગ્રેસની રાજનેતાઓના રાજકારણનો ભાગ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રાજ બબ્બરે 12 રૂપિયામાં થાળી અંગેની પોતાની ટીપ્પણી અંગે ખેદ વ્યક્ત કર્યો છે.

યોજના પંચ દ્વારા ગરીબીની રેખા જણાવવામાં આવ્યા બાદ વિવિધ પક્ષો અને રાજકીય તજજ્ઞો તથા મીડિયા દ્વારા આ વાતને ઘણી ઉછાળવામાં આવી હતી. યોજના પંચ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને બચાવવા માટે અનેક કોંગ્રેસી નેતાઓ મેદાનમાં કૂદી પડ્યાં હતા અને મન ફાવે તેમ નિવેદનો કરવામાં લાગ્યા હતા. જેમા કોઇએ પાંચ રૂપિયામાં તો કોઇકે 12 રૂપિયામાં ભરપેટ ભોજન મળી શકે છે તેવા બફાટ કર્યા હતા.

rajbabbar
આ બફાટ કરનારાઓમાં રાજ બબ્બર પણ હતા. રાજ બબ્બરે 12 રૂપિયામાં મુંબઇમાં ભરપેટ ભોજન મળવાની વાત કરવામાં આવ્યા બાદ અનેક સમાચાર ચેનલો દ્વારા આ મુદ્દાને ઉપાડવામાં આવ્યો હતો. મામલો કથળતો જોઇને જેમ અગાઉ કોંગ્રેસના નેતાઓ દ્વારા વિવાદિત અને અપમાનિત ટીપ્પણી કરવામાં આવ્યા બાદ ખેદ વ્યક્ત કરવામાં આવ્યું છે, એ જ રાજનીતિને આગળ ધરાવતા હોય તેમ રાજ બબ્બરે કહ્યું કે, જો તેમના નિવેદનથી કોઇને દુઃખ પહોંચ્યું હોય તો, હું માફી માંગુ છું. તેમણે એમ કહ્યું કે, હું નથી ઇચ્છતો કે તેમના નિવેદનથી પાર્ટીને નુક્સાન પહોંચે.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પોતાના નેતાઓના આ પ્રકારના નિવેદન અંગે હાથ અધ્ધર કરી લીધા છે. કોંગ્રેસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના પ્રમુખ અજય માકણે ટ્વિટ કર્યું કે, અમે કેટલાક નેતાઓના 15 રૂપિયા અને પાંચ રૂપિયાના નિવેદન સાથે સહમત નથી.

English summary
Raj Babbar on Friday apologised for his remarks about 'Rs 12 meal' that caused national outrage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X