For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ રાજાને જેપીસી સમક્ષ નિવેદન આપવા કહેવું જોઇએ : સિંહા

|
Google Oneindia Gujarati News

a-raja
નવી દિલ્હી, 1 એપ્રિલ : દેશમાં થયેલા 2જી કૌભાંડની તપાસ કરી રહેલી જોઇન્ટ પાર્લિઆમેન્ટ્રી કમિટી (જેપીસી)એ પૂર્વ ટેલિકોમ પ્રધાન એ રાજાને સાક્ષી તરીકે બોલાની તેમનું નિવેદન નોંધવું જોઇએ એમ ભાજપના અગ્રણી નેતા યશવંત સિંહાએ ભારપૂર્વક જણાવ્યું છે. સિંહાએ આજે પત્રકારોને જણાવ્યું કે જેપીસીના ચેરમેન પીસી ચાકોને એ જાણવામાં જરા પણ રસ નથી લાગતો કે એ રાજા શા માટે જેપીસી સમક્ષ સાક્ષી તરીકે નિવેદન આપવા માંગે છે.

પૂર્વ ટેલિકોમ પ્રધાન એ રાજાની તપાસ કરવામાં આવે તે માટે સિંહાએ વડાપ્રધાન મનમોહન સિંહ અને લોકસભા અધ્યક્ષ મીરા કુમારને અપીલ કરી છે. મહત્વની બાબત એ છે કે રાજાએ સીટને ધમકી આપી છે કે જો તેમને ચાકો સમક્ષ રજૂઆત કરવા દેવામાં નહીં આવે તો તે સંસદના ગેટ નંબર 1 પાસે આવેલા મહાત્મા ગાંધીના પુતળા પાસે ઉપવાસ કરશે.

સિંહાના જણાવ્યા અનુસાર આ સંદર્ભમાં રાજાએ અનેક વાર ચાકોને લખ્યું છે. "મેં મારા મેઇલમાં રાજાએ ચાકોને લખેલા પત્ર જોયા છે. તેના પરથી એવી શંકા જાય છે કે જેપીસીના ઇરાદાઓ કંઇક બીજા જ છે. રાજાએ આ સંદર્ભમાં ત્રણથી ચાર પત્રો ચાકોને લખ્યા છે. તેના જવાબમાં જેપીસીના અધ્યક્ષે માત્ર તેમનો પત્ર મળ્યો છે અને તેમને બોલાવવા જેવું કશું જ નથી એમ જાણ કરી છે."

છેવટે ગયા મહિને રાજાને લેખિતમાં પોતાનું નિવેદન જેપીસીને આપવાની મંજૂરી મળી હતી. જે અંગે સિંહાનું માનવું છે કે રાજાને જેપીસી સમક્ષ નહી બોલાવીને ચાકો મોટી ભૂલ કરી રહ્યા છે.આ સ્થિતિમાં રાજા જેપીસીના બદ ઇરાદાઓને સાબિત કરવામાં સફળ થઇ રહ્યા છે.

સિંહાએ જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં વડાપ્રધાનને તથા લોકસભા સ્પીકરને પત્ર લકસે અને સ્પષ્ટતા કરશે કે જેપીસીની રચનાનો હેતુ પૂર્ણ થઇ રહ્યો નથી. તેના ઇરાદાઓ અલગ લાગી રહ્યા છે. જેપીસી એ સાક્ષીનું નિવેદન લેવા તૈયાર નથી જે સામે ચાલીને પોતાની વાત રજૂ કરવા માંગે છે.

English summary
A Raja should be called to depose before JPC on 2G: Sinha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X