For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશ ચતુર્થીના અવસર પર રામ ગોપલ વર્માની વિવાદિત ટ્વિટ્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 29 ઓગષ્ટ: બૉલીવુડ ફિલ્મના નિર્દેશક રામ ગોપાલ વર્મા આમ તો મોટાભાગે પોતાની ફિલ્મોના લીધે વિવાદોમાં રહે છે, શુક્રવારે પોતાની કેટલીક ટ્વિટ્સના લીધે વિવાદોમાં આવ્યા છે.

રામ ગોપાલ વર્માએ ગણેશ ચર્તુર્થીના અવસર પર કેટલીક એવી ટ્વિટ્સ કરી જે ખૂબ જ વિવાદિત છે અને બની શકે છે કે તેનાથી એક વર્ગની ધાર્મિક ભાવનાઓને આઘાત પહોંચ્યો છે.

રામ ગોપાલ વર્માએ એક નહી પરંતુ લગભગ એક ડઝનથી વધુ એવી ટ્વિટ્સ કરી જેમાં તેમણે હિન્દુઓના આરાધ્ય ભગવાન ગણેશ વિશે ખૂબ જ અપમાનજનક વાતો લખી દિધી.

રામ ગોપાલ વર્માની તરફથી આ ટ્વિટ્સ પર કોઇપણ પ્રકારની કોઇ સ્પષ્ટતા આવી નથી પરંતુ એટલું તો નક્કી છે કે તેમણે પોતાની આ ટ્વિટ્સથી લોકોની ભાવનાઓને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે.

રામ ગોપલ વર્માની વિવાદિત ટ્વિટ્સ

રામ ગોપાલ વર્માએ પોતાની પ્રથમ ટ્વિટમાં લખ્યું કે એક વ્યક્તિ જે પોતાના માથું ન બચાવી શક્યો તે બીજાના જીવનની કેવી રીતે રક્ષા કરશે.

રામ ગોપલ વર્માની વિવાદિત ટ્વિટ્સ

આ ઉપરાંત તેમણે લખ્યું કે આખરે ગણેશે એવું શું કામ કર્યું હતું કે જેના લીધે તે ભગવાનોની શ્રેણીમાં આવી ગયા જ્યારે તેમના ભાઇ ફક્ત એક સાધારણ માણસ બનીને રહી ગયા.

રામ ગોપલ વર્માની વિવાદિત ટ્વિટ્સ

રામ ગોપાલ વર્માએ અહીં જ અટક્યા નહી તેમણે ગણશ ભક્તોને પ્રશ્ન કરી દિધો કે કોઇ તેમને બતાવી શકે છે કે ભગવાન ગણેશનો જન્મ આખરે ક્યારે થયો હતો.

રામ ગોપલ વર્માની વિવાદિત ટ્વિટ્સ

આ સાથે જ તેમણે પૂછ્યું કે શું કોઇ તેમને એ બતાવી શકે છે કે ભગવાન ગણેશ હાથથી ખાઇ છે કે પછી પોતાની સૂંઢનો ઉપયોગ કરે છે.

English summary
Ram Gopal Verma's tweets on Lord Ganesha creates controversy on the occasion of Ganesh Chaturthi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X