For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું રામદેવ સાથે પોતાના સંબંધ મધુર બનાવી રહી છે કોંગ્રેસ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓક્ટોબર: શું રામદેવ સાથે પોતાના સંબંધ મધુર કરી રહી છે કોંગ્રેસ? શું હરીશ રાવતના સહારે હવે 10 જનપથ પર રામદેવ પોતાની પકડ બનાવી રહ્યાં છે? આ કેટલાક પ્રશ્નો છે જે ગઇકાલે ઉત્તરાખંડમાં રામદેવ અને કોંગ્રેસ વચ્ચે સર્જાયેલા ઘટનાક્રમ બાદ ઉઠી રહ્યાં છે.

કોંગ્રેસ વિરૂદ્ધ હંમેશાથી ઝેર ઓકનાર રામદેવ હવે કોંગ્રેસને માફ કરી ચૂક્યાં છે. બાબા રામદેવનું કહેવું છે કે તે પોતાની જૂની વાતોને યાદ કરવા માંગતા નથી અને તે અને હરીશ રાવતના આગ્રહ પર કેદારનાથ આવ્યા રામદેવ હવે હરીશ રાવતની પણ જોરદાર પ્રશંસા કરી રહ્યાં છે.

આજે યોગ ગુરૂ સ્વામે રામદેવ ઉત્તરાખંડની કોંગ્રેસ સરકારના વિશેષ મહેમાન બન્યા. રીતસર સરકારના કામોની ગતિ જોવા માટે રામદેવ કેદાર ઘાટીના ભ્રમણ માટે વિશેષ 3 હેલિકોપ્ટર મોકલ્યા. કેદારનાથ થી પરત ફરેલા બાબા રામદેવે કહ્યું હતું કે એક સમય હતો જ્યારે અમે રાષ્ટ્ર માટે કામ કર્યું પરંતુ હવે બધાને સાથે ચલાવું પડશે. એનો અર્થ સ્પષ્ટ છે કે રામદેવ અને કોંગ્રેસ વચ્ચે કંઇક તો ચાલી રહ્યું છે.

baba-ramdev

રામદેવે ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવતના કામોની જોરદાર પ્રશંસા કરી. રામદેવને લાગે છે કે હરીશ રાવતની અંદર કેટલીક વિશેષ યોગ્યતા છે. બાબા રામદેવે દેશની જનતાને કહ્યું કે તે હરીશ રાવત પર વિશ્વાસ કરીને હવે સુરક્ષિત ઉત્તરાખંડમાં આવી શકે છે.

બાબા રામદેવે કોંગ્રેસની પ્રશંસા કરી તો કોંગ્રેસ દ્વારા પણ બાબા રામદેવને માન-સન્માન આપવામાં મોડું કર્યું નહી. ઉત્તરાખંડ સરકારમાં મુખ્યમંત્રીના સલાહકાર રંજીત રાવતે કહ્યું કે બાબા રામદેવ ભારતીય સંસ્કૃતિના બ્રાંડએમ્બેસેડર છે અને આ યાત્રાથી જો રામદેવ અને કોંગ્રેસના સંબંધ મધુર થાય છે તો કોઇને પણ પરેશાની ન હોવી જોઇએ.

English summary
Yoga guru Ramdev visited Kedarnath on the invitation of the Congress-led government in Uttarakhand, saying he had accepted the invite in the "interest of the state and the country".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X