For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ હરિયાણા હાઇકોર્ટ 28 નવેમ્બર સુધી રામપાલને કસ્ટડીમાં મોકલ્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 20 નવેમ્બર: હરિયાણા પોલીસ સંત રામપાલને હાજરી માટે પંજાબ એંડ હરિયાણા હાઇકોર્ટમાં લઇને પહોંચી. કોર્ટે પોલીસને પૂછ્યું કે શું રામપાલના આશ્રમમાં હથિયાર અથવા બંકર છે. હાઇકોર્ટે પોલીસને 5 દિવસમાં આશ્રમ વિશે સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે રામપાલના બાકી આશ્રમોની પણ તઆસ અને સાથે જ મૃતકો અને ઇજાગ્રસ્તોની જાણકારી પણ માંગી છે.

કોર્ટની અવગણનાના મુદ્દે કેસ પર સુનાવણી 28 નવેમ્બરના રોજ થશે. જેમાં કોર્ટે બધા આરોપીઓને રજૂ કરવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ સંત રામપાલને પંજાબ એંડ હરિયાણા હાઇકોર્ટમાંથી આજે આકરો ઝટકો લાગ્યો. કોર્ટે રામપાલની જામીન અરજી નકારી કાઢી છે. રામપાલે બે દિવસ પહેલાં જામીન અરજી દાખલ કરી હતી. તમને જણાવી દઇએ કે રામપાલ પર 2006માં થયેલી હત્યાનો કેસ ચાલી રહ્યો છે. રામપાલ આ મુદ્દે વર્ષ 2008થી જામીન પર હતા.

rampal-jail

હાઇકોર્ટે સ્વત: સંજ્ઞાન લેતાં આ આદેશ આપ્યો.અત્રે ઉલ્લેખનીય છે કે રામપાલને અંતે સતલોક આશ્રમમાંથી બુધવારે રાતે સવા નવ વાગે ધરપકડ કરી લીધી. લગભગ સવા બે વાગે પંચકુલાની જિલ્લા હોસ્પિટલમાં તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો, જેમાં બધુ સામાન્ય જોવા મળ્યું. આશ્રમને સીલ કરી સીઆરપીએફે પોતાના કબજામાં લઇ લીધો છે. મેડિકલ તપાસ બાદ રામપાલને પંચકુલાના હોસ્પિટલમાં રાખવામાં આવ્યા. મેડિકલ તપાસમાં રામપાલનું સ્વાસ્થ્ય છે. પલ્સ, બ્લડ પ્રેશર તથા ઇસીજી બધુ સામાન્ય મળ્યું. રામપાલની સાથે તેમના ત્રણ-ચાર સમર્થક પણ લાવવામાં આવ્યા હતા, જેમનું મેડિકલ કરાવવામાં આવ્યું.

રામપાલે કહ્યું 'હું નિર્દોષ છું, મને ફસાવવામાં આવ્યો છે'
પોલીસ સ્ટેશનમાં લઇ જતાં પહેલાં રામપાલે પોતાને નિર્દોષ ગણાવ્યા. સ્વયંભૂ સંતે સંવાદદાતાઓને કહ્યું કે હું નિર્દોષ છું. મારા વિરૂદ્ધ લાગેલા આરોપ આધારહિન છે. રામપાલ જેલમાં લાગેલા લોખંડના સળીયા પકડીને ઉભેલા જોવા મળ્યા, તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી હતી. તે વારંવાર નીચે જોઇ રહ્યાં હતા. તેમને ગુરૂવારે બપોરે બે વાગે હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાઇકોર્ટની ખંડપીઠે આ પહેલાં એપ્રિલ 2008માં તેમને આપેલી જામીન અરજી રદ કરી દિધી છે.

English summary
Controversial sect leader Rampal was sent to judicial custody till November 28 by the Punjab and Haryana High Court on Thursday after days of stubborn resistance by his followers, which turned Barwala town in Haryana's Hisar district into a virtual warzone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X