For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળના મંત્રીએ કહ્યું 'ડોસા રતન તાતાની મતિ ભ્રમ થઇ ગઇ છે'

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 7 ઓગસ્ટ: પશ્ચિમ બંગાળના નાણા મંત્રી અમિત મિત્રાએ રાજ્યમાં ઔદ્યોગીકરણની ઊણપને લઇને રતન તાતાએ કરેલી ટિપ્પણીના જવાબમાં ગુરુવારે જણાવ્યું કે લાગે છે કે તાતાની મતિભ્રમ થઇ ગયું છે, માટે તેમણે આ ટિપ્પણી આપી છે.

ભારતીય ઉદ્યોગ પરિસંઘ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મિત્રાએ જણાવ્યું, 'તાતા હવે ડોસા થઇ ગયા છે અને ભ્રમથી ગ્રસ્ત થઇ ગયા છે. હું નથી જાણતો કે તેમને અત્રે થઇ રહેલા કામ શા માટે નથી સમજાતા?' તાતા સન્સના માનદ અધ્યક્ષ રતન તાતાએ બુધવારે ટિપ્પણી કરી હતી, 'પશ્ચિમ બંગાળમાં ઔદ્યોગિક વિકાસના કોઇ સંકેત દેખાઇ નથી રહ્યા.'

ratan tata
તાતાએ આ ટિપ્પણી ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના મહિલા અધ્યયન સમૂહની બેઠકમાં કરી હતી. મિત્રાએ જણાવ્યું કે તાતા સમૂહની કંપની ટીસીએસ અત્રે 20 હજાર વધારાના રોજગાર ઊભા કરી રહી છે, જ્યારે અનિલ અંબાણી સમૂહ અને ઇમામી બંને રાજ્યમાં સીમેંટ પ્લાંટ લગાવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે 'હાલમાં જ એક અન્ય તાતા સમૂહની કંપની તાતા મેટાલિકે પણ રાજ્ય સરકારને પોતાની હાલના યુનિટના વિસ્તાર માટે લખ્યું છે. મિત્રાએ જણાવ્યું કે તાતાને સંપૂર્ણ જાણકારી નથી, કેમ તેમનું કાર્યાલય તેમને સાચી સ્થિતિ અંગે માહિતી આપતું નથી. તેમને વિમાન ઉડાડવું ગમે છે તો તેમને ઉડાવવા દો.'

English summary
Ratan Tata Has 'Lost His Mind', Says Bengal Minister Amit Mitra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X